Site icon Gujarat Mirror

પ્રચારના અંતિમ તબક્કામાં નેતાઓ રેબઝેબ, મતદારોનું અકળ મૌન

ભાજપનું કાર્પેટ બોમ્બાર્ડિંગ શરૂ, મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી- કેન્દ્રીય અને સ્થાનિક નેતાઓ મેદાને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવી રહ્યું છે. હાલ દરેક રાજકીય પક્ષોના ટોચના આગેવાનો સભા યોજી મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરશે. ત્યારે ભાજપ પ્રદેશ સંગઠનનું શીર્ષ નેતૃત્વ હાલ રાજ્યના વિવિધ મુખ્ય શહેરોમાં હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં સૌરાષ્ટ્રના નેતાઓ જેમ કે પરસોતમ રૂૂપાલા અને મનસુખ માંડવીયા સુરતમાં સભા ગજવશે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોટાદ અને ભાવનગરમાં સભા અને બેઠક યોજશે. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજમાં રોડ શો યોજાશે. હાલ દરેક રાજકીય પક્ષો માટે પ્રચારનાં અંતિમ તબકકામાં નેતાઓ રેબઝેબ થઇ રહ્યા છે. જયારે મતદારોનું અકળમૌન પણ અનેક સવાલ ઉઠાવી રહ્યું છે. ત્યારે ભાજપનું કાર્પેટ બોમ્બાર્ડિંગ શરૂ થઇ ચુકયું છે. જેથી હવે મુખ્યમંત્રી- ઉપમુખ્યમંત્રી કેન્દ્રીય અને સ્થાનીક નેતાઓ મેદાને ઉતર્યા છે.

આ વખતેની બેઠક વહેંચણીમાં ભાજપ દ્વારા ભૂલ થઈ ગઈ હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે હવે બાકી રહેતા દિવસોમાં કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવો તે અંગે હાલ પ્રદેશનગઠન માં ચર્ચાનો વિષય બન્યો છે બીજી સૌથી મોટી વાત તો એ છે કે રાજકોટમાં ઉહાપો જોવા મળ્યો છે પરંતુ તેનું ડેમેજ કંટ્રોલ હાલ સ્થાનિક કક્ષાએથી નહીં પરંતુ પ્રદેશ કક્ષાએથી પણ થઈ શક્યું નથી ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ સંગઠનના ટોચના આગેવાનો રાજકોટ સિવાયના શહેરોમાં પ્રચાર પ્રચાર અર્થે જઈ રહ્યા છે. રાજકોટ માટે રાજકીય નેતાઓને સુગ ઊભી થઈ હોય તેવું જાણવા મળ્યું છે. આવનારી ચૂંટણીમાં કયા પ્રકારનો માહોલ જોવા મળશે મતદાનના દિવસે તે તો હવે થોડા સમયમાં જ માલુમ પડી જશે.

વિગતવાર ચર્ચા કરવામાં આવે તો સાંસદ પરસોતમ રૂૂપાલા અને મનસુખ માંડવીયા આજે સુરતમાં પાટીદાર વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરશે. મોટા વરાછા તથા ધરમનગર વિસ્તારમાં સભા ગજવશે. બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બોટાદ અને ભાવનગર જિલ્લામાં આજે સભા યોજશે. બોટાદની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સારંગપુર હનુમાનજીના દર્શન પણ કરશે. ક્યારે નાયબ મુખ્યમંત્રી ભુજમાં રોડશો યોજશે. પ્રચાર પ્રસારના હાલ છેલ્લા છેલ્લા દિવસોમાં દરેક રાજકીય પક્ષના ટોચના આગેવાન એડી ચોટીનું જોર લગાવી મતદારોને મનાવવા માટેના પ્રયત્નો કરાશે.

ઇતિહાસ સાક્ષી છે કે ભાજપ વિરોધી હોવા જોવા મળી હોય તો પણ પ્રચારના છેલ્લા દિવસોમાં જે કામગીરી થતી હોય તે બાદ આખી પરિસ્થિતિ જ બદલાય જતી હોય છે. ત્યારે આ વખતે પણ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી પૂર્વેના છેલ્લા દિવસોમાં ભાજપ સંપૂર્ણપણે ડેમેજ કંટ્રોલ કરી લેશે. પરંતુ મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં કોઈ રાજકીય નેતા આવા તૈયાર નથી તેની પાછળના એક નહીં અનેકવિધ કારણો જોવા મળ્યા છે. શુક્રવારે સાંજે 6:00 વાગ્યે પ્રચાર પ્રસાર થંભી જશે ત્યારે આડે હવે ગણતરીના બે દિવસો જ પ્રચાર માટે બાકી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મતદારો કોને જીતાડશે.

Exit mobile version