કોઠારિયા રોડ ઉપર નામચીન બુટલેગરનો રૂા.3.13 લાખનો દારૂ ઝડપાયો

શહેરના કોઠારિયા રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નામચીન બુટલેગરે મોકલેલો રૂૂ.3.13 લાખના વિદેશી દારૂૂ સાથે એક શખ્સને ઝડપી પાડી આઈસર ટ્રક અને દારૂૂના જથ્થા સહિત…

શહેરના કોઠારિયા રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નામચીન બુટલેગરે મોકલેલો રૂૂ.3.13 લાખના વિદેશી દારૂૂ સાથે એક શખ્સને ઝડપી પાડી આઈસર ટ્રક અને દારૂૂના જથ્થા સહિત કુલ રૂૂ.13,23,320 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. વી.ડી. ડોડીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ કોટીલા, ધારાભાઈ વાનરીયા અને રાજેશભાઈ જળુ ને સંયુક્ત બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કોઠારીયા રોડ પર રણુજા મંદિર સામે, સાકેત બંગ્લોઝના ગેઈટની બાજુના રસ્તા પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી એક આઈસર ટ્રક નંબર જીજે-03-ઇટ 8145ને અટકાવી હતી.

ટ્રકની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટ્રક ચાલક કોઠારીયા રોડ ઉપર નંદનવન-5 એપાર્ટમેન્ટ, છઠ્ઠો માળ, બાગેશ્વર બાલાજી મંદિર પાસે રહેતા પ્રવિણ દિલીપભાઈ પાટરીયાની ધરપકડ કરી ટ્રકમાંથી જુદી-જુદી બ્રાન્ડની રૂૂ.3,13,320ની કુલ 1530 નંગ વિદેશી દારૂૂની બોટલો તેમજ ટ્રક સહીત રૂૂ.13.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આ દારૂૂનો જથ્થો નામચીન બુટલેગર યાકુબ મુસાભાઈ મોટાણીએ મોકલ્યો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદિશ બાંગરવા તથા એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયા અને ઈન્ચાર્જ એ.સી.પી. વી.બી. જાડેજાની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, પી.આઈ એમ.એલ.ડામોર, પી.આઈ સી.એચ. જાદવના રાહબરીમાં પીએસઆઈ વી.ડી.ડોડીયા તથા એ.એસ.આઈ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ ચૌહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂૂપાપરા, ધારાભાઈ વાનરીયા, રાહુલભાઈ ગોહેલે કામગીરી કરી હતી.