ગુજરાત

કુખ્યાત બૂટલેગર હર્ષદ મહારાજની સાસુને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

Published

on

‘તારી દીકરી કેમ ફોન ઉપાડતી નથી’ કહી ગાળો ભાંડી ધમકી આપ્યાની ફરિયાદ


રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દારૂનું નેટવર્ક ધરાવતાં કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન વિરૂધ્ધ તેના સાસુએ ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. માવતરે ગયેલી પત્ની સાથે ઝઘડો થતાં પત્નીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં હર્ષદ મહાજને તેના સાસુને ફોન કરી ‘ તારી દીકરી કેમ ફોન ઉપાડતી નથી’ તેમ કહી તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે હર્ષદ મહાજન વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, 150 ફૂટ રીંગ અયોધ્યા ચોક ગોકુલ મથુરાની પાછળ અલકનંદા એપાર્ટમેન્ટમાં પહેલા મળે રહેતા સરોજબેન મનહરલાલ કોટક(ઉ.વ 67) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના જમાઈ હર્ષદ ઉર્ફે મહાજન માણેકભાઈ માંડલિયા (રહે. વૃંદાવન પાર્ક સોસાયટી શેરી નંબર 1 ભવાની ચોક, દેવપરા) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે તથા તેમના પરિવારના સભ્યો ઘરે હાજર હતા ત્યારે તેમની દીકરી મેઘાબેનના ફોનમાં તેના પતિ હર્ષદનો ફોન આવ્યો હતો પતિ- પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતાં ફરિયાદીની દીકરી મેઘાએ હર્ષદનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.


જેથી હર્ષદે ઉશ્કેરાઇ ફરિયાદી સરોજબેનને ફોન કરી બેફામ ગાળો આપી હતી. ગાળો આપવાની ના કહેતા હર્ષદે કહ્યું હતું કે, તારા દીકરી અને જમાઈને હું મારવા જાઉં છું અને તને તથા તારા ઘરના સભ્યોને હું જાનથી મારી નાખીશ.


જેથી આ અંગે સરોજબેને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જમાઈ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version