ઓસ્કાર સ્કાયમાં ભાજપને ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યા

ભાજપના ધારાસભ્યની ભાગીદારી વાળી સોસાયટીમાં જ રસ્તા-પાણી-ગટર સહિતની પડતર માંગણીઓ અંગે ધોકો પછાડતા જાગેલી ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યંત મહત્વની પુરવાર થઈ રહી છે કારણ…

ભાજપના ધારાસભ્યની ભાગીદારી વાળી સોસાયટીમાં જ રસ્તા-પાણી-ગટર સહિતની પડતર માંગણીઓ અંગે ધોકો પછાડતા જાગેલી ચર્ચા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યંત મહત્વની પુરવાર થઈ રહી છે કારણ કે દરેક રાજકીય પક્ષ પોતાની એડી ચોટિનો જોર લગાવી મતદારોને મનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે મતદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પરિસ્થિતિમાં તથા પરિણામમાં ક્યાંક બદલાવ આવે તેવી પણ ચર્ચા જાગી છે. પૂર્વ નગર સેવકો અને પદાધિકારીઓ દ્વારા તેમના વોર્ડ વિસ્તારમાં એક પણ નકર કામ કર્યા ન હોવાનું માલુમ પડ્યું છે અને તે જ દિશામાં તેઓ મત માગવા પણ નીકળ્યા છે જેને પ્રજા વખોડી રહી છે. પ્રજા પૂર્વ નગર સેવકોના કરેલા કામોનો હિસાબ પણ માંગી રહી છે જેથી એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ વખતે ભાજપ માટે મહાનગરપાલિકાની ચૂંટણી સહેજ પણ સરળ નહીં રહે. જેની પાછળનું એકમાત્ર કારણ એ જ છે કે હાલ છે કામ થવા જોઈએ તે થયા નથી.

મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારમાં હાલ લોકો મતદાનનો પણ વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 26મી એ તેઓ કોને મત આપે છે. ઓસ્કાર સ્કાય પાર્ક કે જે વોર્ડ નંબર 1 અયોધ્યા ચોક પાસે આવેલું છે અને તેમાં પણ ભાજપના ધારાસભ્ય ની ભાગીદારી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તે સોસાયટીના 450થી વધુ પરિવારોએ “ભાજપ પે પ્રવેશ કરવો નહીં” તેવા બેનરો લગાડી દીધા છે અને ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે સોસાયટીના રહેવાસીઓએ રસ્તા, પાણી તથા ગટર સહિતની પડતર માંગણીઓ અંગે ધોકો પછાડ્યો છે. જેથી ભાજપને ખૂબ મોટું નુકસાન પહોંચે તો પણ નવાઈ નહીં. વાત માત્ર ઓસ્કાર સ્કાય પાર્ક પૂર્તિજ સીમિત નથી અને વોર્ડ વિસ્તારોમાં અનેક વિકટ સ્થિતિ ઉભી થઈ છે. જેનો જવાબ આપવામાં આજે પણ ભાજપ નિષ્ફળ નીવડ્યું છે.

પાયાની સુવિધા રાજકોટના વિવિધ વિસ્તારોને મળી નથી જેની પાછળનું મુખ્ય કારણ ચૂંટાયેલા નગરસેવકો જ છે તેવું લોકોનું માનવું છે. બીજી તરફ એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે ચૂંટાયેલા નગરસેવકો જે વગ અધિકારીઓ પર હોવો જોઈએ તે નથી અને આ વખતે પણ દર વખતની જેમ માત્ર વાયદાઓ કરી નાસી છૂટવાની જે ભાજપની નીતિ છે તેને આ વખતે સહન કરવામાં નહીં આવે પરિણામ સ્વરૂૂપે આ પ્રકારના વિરોધ નોંધ થઈ રહ્યા છે. શીતલ પાર્ક પાસે આવેલ ઓસ્કાર સ્કાય પાર્કમાં 2હજારથી વધુ લોકો રહે છે જે ભાજપના કમીટેડ વોટર છે.

પરંતુ છેલ્લા બે વર્ષથી લેખિત,મૌખિક અને ટેલીફોનિક રજૂઆત કરી હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન,કોર્પોરેટર અને મનપાના અધિકારીઓએ રોડ રસ્તા,ગંદકી, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધામાં ધ્યાન ન આપતા સોસાયટીમાં ભાજપે પ્રવેશ કરવો નહીંના બેનરો લગાવ્યા છે અને આકર્ષક પ્લેકાર્ડ વડે વિરોધ કર્યો હતો. આ વિસ્તારના લોકોએ ટીપીના નિયમ મુજબ 40 ફૂટનો રોડ કરી આપવા માંગણી કરી છે તો સફાઈ કર્મીઓ આવતા નથી. એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, મુખ્ય ગેટની સામે ખુલ્લા પ્લોટમાં દબાણ દૂર કરી સેફ્ટી વોલ કરવી. રોડની બંને બાજુ પેવિંગ બ્લોક નાખવા સહિતની માંગ અને ફરિયાદો કરી છે. ‘વોટ જોઈએ તો કામનો હિસાબ આપી, નહીં તો સોસાયટી બહારનો રસ્તો માપો’ – એવા બેનરોથી ભારે ચકચાર જાગી છે.

ના. મુખ્યમંત્રીના રોડ શો પૂર્વે નીતિન ભારદ્વાજ એક્શન મોડમાં

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ હાલ ચરમશીમાં પહોંચ્યો છે ત્યારે 26 એપ્રિલના રોજ યોજનારી ચૂંટણી માટે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં ભવ્ય રોડ છે ત્યારે આ રોડ શોના આયોજનની સંપૂર્ણ જવાબદારી રાજકોટ ભાજપના જુના આગેવાન નીતિન ભારતવાજને સોંપવામાં આવી છે. ત્યારે તેઓએ સુરક્ષાથી લઈને કાર્યકરોના ઉત્સાહ સુધીની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને સુનિશ્ચિત કર્યું કે આજનું રોડ શો રાજકોટના ઇતિહાસમાં યાદગાર બની જશે. રાજકોટના રાજકારણમાં નીતિન ભારદ્વાજે અનેક વખત ડેમેજ કંટ્રોલ કર્યું છે અને પક્ષના કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વમાં પણ તેમનું કદ મોટું માનવામાં આવી રહ્યું છે. રાજકીય વર્ષોમાં એ વાતની ચર્ચાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે હાઈ કમાન્ડે નીતિનભાઈ પર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. નીતિનભાઈએ પોલીસ કાફલા અને ઉચ્ચ અધિકારીઓ સાથે રોડ-શોના સમગ્ર રૂૂટનું રૂૂબરૂૂ અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું.

 

રોડ રસ્તા, સરકારી પ્લોટ પણ દબાણ, સ્ટ્રીટ લાઈટ સહિતના વિકટ પ્રશ્નોનું નિવારણ લાવવામાં પૂર્વ નગરસેવકો નિષ્ફળ
ઓસ્કાર સ્કાયપાર્કના પ્રમુખ મનીષ સોનપાલે માહિતી આપતા જણાવ્યું હતું કે અને એક વખત શહેર ભાજપ અને મહાનગરપાલિકાને ઉદ્ભવતી સમસ્યાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેનું નિવારણ લાવવા માટે જણાવ્યું હતું. એટલું જ નહીં રોડ રસ્તા, સરકારી પ્લોટમાં દબાણ, સ્ટ્રીટ લાઈટ તથા મહિલાઓ રાતના નીકળી શકતી ન હોવાની તકલીફ પણ વર્ણવવામાં આવી હતી પરંતુ માત્ર સાંત્વના આપી કામ થઈ જશે તેઓ એક વખત નહીં અનેક વખત જવાબ આપવામાં આવ્યો અને આજે પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વધુમાં રહેવાસીઓએ આક્ષેપ પણ કરતા કહ્યું કે ચૂંટણી આવે ત્યારે આગેવાનો મોટા વાયદાઓ કરતા નજરે પડે છે અને લોકોને ભ્રમમાં નાખે છે. એટલું જ નહીં પ્રમુખે માહિતી આપતા જણાવ્યું કે 480 પરિવાર જે વસવાટ કરે છે તે ભાજપ સાથે જ જોડાયેલા છે પરંતુ કાર્ય ન થતા રજૂઆત કોને કરવી તે સૌ મણનો સવાલ ઊભો થયો છે. એટલું જ નહીં રહેવા સિવાય કહ્યું હતું કે પક્ષ સાથે કોઈ જ વિરોધ નથી પરંતુ ચૂંટાયેલા પદાધિકારીઓએ ખાસ આ પ્રકારની વિકટ પરિસ્થિતિને ધ્યાને લેવી જોઈએ અને તેનું થાકી દે નિવારણ લાવવા માટેના તમામ જરૂૂરી પગલાઓ લેવા જોઈએ. હાલની પરિસ્થિતિ એ ભાજપના આગેવાનો માત્ર મત લેવા જ વિસ્તારમાં આવે છે અને ચૂંટાયા બાદ તેઓ ભૂલી જાય છે.

 

વિવિધ વોર્ડમાં જતા ઉમેદવારોને લોકો યાદ કરાવે છે અગાઉના વચનો
પ્રચાર પ્રસાર હવે અંતિમ તબક્કામાં આવી ગયો છે ત્યારે ભાજપની પૂર્વ ચૂંટાયેલી બોડી અને હાલના જે ઉમેદવાર મત માંગવા બોર્ડમાં જઈ રહ્યા છે તો ત્યાં તેઓને કરેલા કામોનો હિસાબ માગવામાં આવે છે અને ખાસ તો મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવાઇ છે. વોર્ડ નંબર નવની વાત કરવામાં આવે તો આ અત્યંત વિકસિત વિસ્તાર માનવામાં આવે છે છતાં પણ અનેક વિથ પ્રશ્નો ઊભા થયા છે. ઇન્દીરા સર્કલથી જમણી બાજુ, સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક, ગંગોત્રી પાર્ક સહિતનો મોટો ભાગ આવે છે. રૈયા રોડના અમુક વિસ્તાર પણ તેમાં સામેલ છે. આજે મતદાનના થોડા દિવસો પૂર્વે સ્થાનિક લોકોનો વિરોધ સામે આવ્યો હતો. આ વિસ્તારમા 150 ફુટ રોડના શિવમ પાર્ક અને કિસ્મતનગરના બહેનો એકત્ર થયા હતા અને થાળી વગાડીને વિરોધ કર્યો હતો. ગંદકીની સમસ્યા પણ કાયમી રહે છે. કોર્પોરેટરો અમુક રેવન્યુની જમીન અને પ્લોટ કલેકટર તંત્રમાં આવતા હોવાનું કહે છે. ત્યાં ગંદકીના પ્રશ્નો છે. કોર્પો.માં લોકો સમયસર વેરો ભરે છે. પરંતુ સુવિધા મળતી નથી. આ રીતે કોર્પોરેટરો મત માંગવા આવે છે પરંતુ સુવિધા આપતા નથી તેવી હાલત છે.