તામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન

મુર્શિદાબાદમાં અથડામણ, ક્રૂડ બોમ્બ ફેંકાયા; ઝખઈ પર મતદારોને ધમકાવવાનો આરોપ; ઙખ મોદીએ ચૂંટણીપંચની પ્રશંસા કરી, ચેન્નાઈમાં ભાજપ-ઉખઊં વચ્ચે ડખો : અનેક સ્થળે મતદાન કલાક-કલાક સ્થગિત…

મુર્શિદાબાદમાં અથડામણ, ક્રૂડ બોમ્બ ફેંકાયા; ઝખઈ પર મતદારોને ધમકાવવાનો આરોપ; ઙખ મોદીએ ચૂંટણીપંચની પ્રશંસા કરી, ચેન્નાઈમાં ભાજપ-ઉખઊં વચ્ચે ડખો : અનેક સ્થળે મતદાન કલાક-કલાક સ્થગિત કરવું પડયું

પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કામાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂૂ થયું હતું. પશ્ચિમ બંગાળમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 62.18% મતદાન નોંધાયું છે, જે અગાઉના રેકોર્ડ્સને તોડી રહ્યું હોવાનું PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળની 152 સીટ પર આજે સવારે 9 વાગ્યા સુધી: 18.76% , 11 વાગ્યા સુધી: 41.11% અને બપોરે 1 વાગ્યા સુધી: 62.18% મતદાન નોંધાયું હતું. જયારે તામિલનાડુની તમામ 234 બેઠક પર બપોરે 1 વાગ્યા સુધીમાં 56.6% મતદાન નોંધાયું હતું.

આજે પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન હિંસા અને અનિયમિતતાની ઘટનાઓ જોવા મળી હતી. જેમાં મુર્શિદાબાદમાં સૌથી વધુ તણાવ જોવા મળ્યો. નાઓડા વિસ્તારમાં TMC અને આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના હુમાયુન કબીરના સમર્થકો વચ્ચે લાઠીઓ, પથ્થરો અને વાહનોને નુકસાન પહોંચાડવાની ઘટના બની. ક્રૂડ બોમ્બ ફેંકાતાં એક વ્યક્તિ ઘાયલ થયો. ડોમકલમાં મતદારોને ધમકી આપવામાં આવી હોવાના આરોપ છે. ચૂંટણી પંચે આ ઘટનાઓની તપાસ માટે રિપોર્ટ માંગ્યો છે.

નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી (BJP)એ TMC પર મતદારોને ધમકાવવા અને ગુન્ડાઓને છૂટા મૂકવાનો આરોપ લગાવ્યો. ઝખઈએ પોલીસ પર BJPને તરફેણ કરવાનો આરોપ મૂકીને અધિકારીને હટાવવાની માંગ કરી છે. કોચબિહાર, માલદા અને અન્ય વિસ્તારોમાં પણ અલ્પ હિંસા અને તણાવની અહેવાલો આવ્યા છે. તામિલનાડુના ચેન્નાઈમાં ડમી મતદાન મુદ્દે ભાજપ અને ડીએમકેના કાર્યકરો બાખડ્યા હતા. બાકી તામિલનાડુમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું.

મુર્શિદાબાદ, પૂર્બા મેદિનીપુર, કોચબિહાર, માલદા અને દાર્જિલિંગમાં EVMમાં ખામી આવતાં મતદાન અટક્યું હતું. કેટલાક બુથ પર મતદાન લગભગ એક કલાક માટે અટકાવવું પડ્યું, પરંતુ પછી ફરી શરૂૂ કરવામાં આવ્યું. બીરભૂમમાં ઊટખ સરળતાથી કામ કરી રહ્યા હોવાના અહેવાલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજા તબક્કાની ચૂંટણીની પ્રચાર રેલીમાં જણાવ્યું હતું કે, આ છેલ્લા 50 વર્ષમાં આવી પ્રથમ ચૂંટણી છે જેમાં હિંસા ન્યૂનતમ છે. ECએ બંગાળની લોકતંત્રની પ્રતિષ્ઠા પુન:સ્થાપિત કરી છે. તેમણે TMC સરકાર પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે TMC ઘૂસણખોરો માટે નકલી દસ્તાવેજો બનાવવાની દુકાનો ચલાવે છે અને લૂંટનું મોડલ અપનાવ્યું છે.

ચૂંટણી પંચે અપ્રતિમ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે જેમાં પેરામિલિટરી દળોની 2,450 કંપનીઓ ગોઠવવામાં આવી હતી. આગામી તબક્કો 29 એપ્રિલે છે. મતગણતરી 4 મેના રોજ થશે.આ તબક્કામાં મમતા બેનર્જી (ભવાનીપુર), સુવેન્દુ અધિકારી (નંદીગ્રામ/ભવાનીપુર), અધીર રંજન ચૌધરી (બહરમપુર) જેવા મોટા નેતાઓની બેઠકો સામેલ છે. હિંસા અને અનિયમિતતાની ઘટનાઓ વચ્ચે પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.