ગુજરાત

ગુરુવારથી 5 દી’ વરસાદનો નવો રાઉન્ડ

Published

on

બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા સાર્વત્રિક વરસાદની શકયતા

રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા 12 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટાના યોગ જણાઈ રહ્યા છે. ઉપરાંત 12થી. 17 સપ્ટે. દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા 25મી સુધી વરસાદી માહોલ રહેવાની વકી છે. ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે. એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.


હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલ જે સિસ્ટમ છે તે 10 તારીખ સુધી સક્રિય જ છે અને જેના કારણે વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં જોવા મળશે. આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં તો કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે નિષ્ણાતોએ જણાવ્યું છે કે, દક્ષિણ ચીન તરફ એક પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું શમી જતા બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે દક્ષિણ ચીન તરફ જાય છે. તે પ્રવાહ બંધ થતા આ વાવાઝોડાના અવશેષો આ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે.

જેનાથી જે સિસ્ટમ બનશે તેના લીધે 12મી સપ્ટેમ્બરથી ગુજરાતનું હવામાન પલટાશે અને 12મીથી કેટલાક ભાગોમાં ફરી વરસાદી ઝાપટાં પડશે. ઉપરાંત 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ મજબૂત છે. આ ઉપરાંત પણ એક બાદ એક સિસ્ટમ બનતી રહેશે. 22મી સપ્ટેમ્બરે પણ એક સિસ્ટમ બનશે. 22થી 25માં ગુજરાતના ઘણાં ભાગોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. 17થી 19મી તારીખ સુધીમાં એન્ટી સાયક્લોન રાજસ્થાનમાં બનવાની શક્યતા છે, પરંતુ આ સિસ્ટમો બની રહી છે તેની અસરના કારણે તેને પાછું ધકેલી શકાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version