ગુજરાત

બઢતી મેળવનાર જિલ્લાના 11 પીઆઈના સ્થાને નવા પીઆઈને પોસ્ટિંગ અપાયા

Published

on

ગોંડલ, ધોરાજી, ઉપલેટાના ચાર પીઆઈની આંતરિક બદલી કરતા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ

તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 233 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી અપાયા બાદ તેમને અલગ અલગ શહેર અને જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાંથી 11 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી મળ્યાબાદ આ તમામને તેમના બદલીના સ્થાને નિયુક્ત કરવા માટે છુટા કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને 11 નવા પીઆઈને અલગ અલગ સ્થળે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. તેમજ રાજકોટ જિલ્લાના ચાર પીઆઈની આંતરીક બદલીનો હુકમ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર દ્વારા કરવામાં આવ્યો છે.


233 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી મળ્યા બાદ તેમને અલગ અલગ શહેર અને જિલ્લામાં પોસ્ટીંગ આપવામાં આવ્યા હોય જેમાં રાજકોટ જિલ્લાના 11 પીઆઈની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. તેમના સ્થાને અલગ અલગ શહેર જિલ્લામાંથી આવેલા 11 પીઆઈને લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા બાદ 11 પીઆઈને છુટા કરવામાં આવતા તેમના સ્થાને આ 11 પીઆઈને નિયુક્ત કરવામાં આવ્યા છે.

જેમાં ડો. એમ.એમ. ઠાકોરને જેતપુર ઉદ્યોગનગર, સી.ડી વૈશ્યકને એનટી યુમન ટ્રાફિક યુનિટ, બી.આર. પટેલને ઉપલેટા, આર.બી. રાણાને શાપર, જે.પી. રાવને ગોંડલ તાલુકા, યુ.આર. ડામોરને લોધીકા, આર.બી. વાધિયાને પાટણવાવ, ડી.બી. મજિઠિયાને ભાયાવદર, શ્રીમતિ એસ.એન. પરમારને પડધરી, એસ.એચ. શર્માને મેટોડા, એમ.જી. ચૌહાણને સીપીઆઈ ગોંડલ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જ્યારે ચાર પીઆઈની આંતરીક બદલી કરવામાં આવી છે. જેમાં ગોંડલ આઈયુસીએડબલ્યુ યુનિટ ગોંડલના શ્રીમતિ આર.એમ. રાઠોડને કોટડા સાંગાણી, સીપીઆઈ ધોરાજી, એ.એમ. હેરમાને જેતપુર તાલુકા, ઉપલેટાના એલ.આર. ગોહિલને ધોરાજી તાલુકા અને સીપીઆઈ ગોંડલ એસ.જી. રાઠોડને વિરપુર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version