ગુંદાવાડીમાં ક્રિકેટનો સટ્ટો રમતા નામચીન બુકીનો ભત્રીજો ઝડપાયો

શહેરના ગુંદાવાડીમાં પીસીબીની ટીમે દરોડો પાડી નામચીન બુકીના ભત્રીજાને ક્રિકેટ મેચનો સટ્ટફો રમતા ઝડપી લીધો હતો. ગુંદાવાડીમાં કાપડની દુકાન ચલાવતો બુકીનો ભત્રીજો ક્રિકેટનો સટ્ટો રમતો…

શહેરના ગુંદાવાડીમાં પીસીબીની ટીમે દરોડો પાડી નામચીન બુકીના ભત્રીજાને ક્રિકેટ મેચનો સટ્ટફો રમતા ઝડપી લીધો હતો.

ગુંદાવાડીમાં કાપડની દુકાન ચલાવતો બુકીનો ભત્રીજો ક્રિકેટનો સટ્ટો રમતો હતો અને રમાડતો પણ હતો પુછપરછમાં તેને ઓનલાઈન આઈડી તેના મામા પાસેથી લીધું હોવાનું જણાવતા તેની પણ ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયાની સુચનાથી પીએસઆઈ એમ.જે. હુણ અને તેમની ટીમે બાતમીના આધારે ગુંદાવાડી રોડ પર મથુરભાઈ રાજદેવ ચોકમાં આવેલનિરાલી કોમ્પ્લેક્સના ત્રીજા માળે ફ્લેટ નં. 4માં દરોડો પાડ્યો હતો.

જ્યાંથી જાગનાથ પ્લોટ શેરી નં. 16/18 કોર્નર તનિસ્ક જવેલર્સ વાળી શેરીમાં રહેતા રાજન મનીષ રાજદેવ ઉ.વ.32ની ધરપકડ કરી હતી. રાજન પોતાના મોબાઈલમાં સેટવીન-777 નામની આઈડી પર બીગબેસ ટુર્નામેન્ટમાં એડીલેડ સ્ટ્રીકર્સ અને હોબર્ટ હેરીકેનર્સ વચ્ચે ચાલતી ટી-20 મેચમાં જુગાર રમતો હતો અને રમાડતો પણ હતો. પીસીબીની ટીમે રાજન પાસેથી રૂા. 35 હજારનો મોબાઈલ કબ્જે કર્યો હતો. ગુંદાવાડીમાં અલગ અલગ કાપડની દુકાનો ચલાવતો રાજન ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયા બાદ પુછપરછમાં તેણે આ આઈડી તેના મામા પાસેથી લીધું હોવાનું જણાવ્યું હતું. જેની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.