Site icon Gujarat Mirror

લોઠડા ગામે નદીના પાણીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

 

શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર આવેલા લોઠડા ગામ નજીક નદીમાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ લોઠડા ગામે પવિત્ર ઇન્ડસ્ટ્રીયલ મેઇન રોડ પર પાવર સોલારની પાછળ નદીના પાણીમાંથી અજાણયો યુવાન (ઉ.વ.આશરે 35)ની લાશ મળી આવી હતી. 108ના ઇએમટી જીલાબેને મરણ જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા પીએસઆઇ એ.આર.રાઠોડ સહિતના સ્ટાફે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જો કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસ મથકનો 7433814808 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

Exit mobile version