દ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યો

દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ગોહેલ એન્જીનીયરિંગ નામની દુકાનમાં થયેલ મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં મામાની દુકાનમાં કામ કરતા ભાણેજે પોતાના…

દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ગોહેલ એન્જીનીયરિંગ નામની દુકાનમાં થયેલ મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં મામાની દુકાનમાં કામ કરતા ભાણેજે પોતાના સાગરીત સાથે મળી હાથ માર્યો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે.

વરવાળાસ્થિત ગોહેલ એન્જીનિયરિંગમાં રાખવામાં આવેલ લોકરમાંથી અજાણ્યા શખ્સોએ રૂૂપિયા 5.50 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી હોવા મામલે દ્વારકા પોલીસમાં ફરીયાદ કરાતા પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.પોલીસે બાતમી આધારે ભરતભાઈ પાણખણીયા અને મેરાજ હાજીસાફ નામના બે આરોપીઓને ઝડપી પાડયા હતા. પુછપરછ દરમ્યાન આરોપીઓએ પોતાની કબૂલાતમાં જણાવેલ કે તેઓને ભાગીદારીમાં એક-એક કાર ખરીદવી હતી પરન્તુ માતા-પિતાએ કાર લેવાની ના પાડતા આર્થિક જરૂૂરીયાત પુરી કરવા મામાની દુકાનને નિશાન બનાવી હતી. ચોરીના ઈરાદે લોકરમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. દ્વારકા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.