ઉનાના ખાપટ દારૂ કાંડમાં કોંગ્રેસનો પોલીસ પર સીધો પ્રહાર

ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાંધોરણ -7ના વિદ્યાર્થી પાસે શિક્ષક દ્વારા ગામની દુકાનેથી દારૂૂ મંગાવ્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાજગાવી છે. રાજ્ય સરકારે સંબંધિત શિક્ષકને…

ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાંધોરણ -7ના વિદ્યાર્થી પાસે શિક્ષક દ્વારા ગામની દુકાનેથી દારૂૂ મંગાવ્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાજગાવી છે. રાજ્ય સરકારે સંબંધિત શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હોવા છતાં સમગ્ર પ્રકરણના પડઘા હજુ શમ્યા નથી. હવે આ મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે.

ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ કોંગ્રેસના શહેર અને તાલુકા આગેવાનો સાથે ઉના પોલીસ મથકેપહોંચ્યા હતા. તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર મોરીને આવેદનપત્ર પાઠવી ગીર સોમનાથ જિલ્લામાં દારૂૂબંધીનો કડકઅમલ કરાવવા, ગેરકાયદે દારૂૂના નેટવર્કને તોડી પાડવા અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તથા ઊંડાણપૂર્વક તપાસ કરવા ની માંગ કરી હતી.

રજૂઆત દરમિયાન પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે દારૂૂ હવે શિક્ષણના પવિત્ર ધામ સુધી પહોંચી ગયો છે, જે રાજ્યની કાયદો-વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા બંને માટે ચિંતાજનક સ્થિતિ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખાપટ ગામના ચોકમાં દિવસ-રાત ખુલ્લેઆમ દારૂૂનું વેચાણ થાય છે અને સ્થાનિક પોલીસની જાણ અથવા મૌન સહમતિ વિના આ પ્રકારનો ગેરકાયદે વેપાર લાંબા સમય સુધી ચાલી શકે નહીં.

પૂર્વ ધારાસભ્યએ દારૂૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા શખ્સોના છેલ્લા એક વર્ષના મોબાઇલ CDRની તપાસ કરવાની પણ માંગ કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ તપાસથી ખાપટ સુધી દારૂૂ પહોંચાડતું સમગ્ર નેટવર્ક, સપ્લાય ચેઇન અને તેમાં જો કોઈ પોલીસ કર્મચારીની સંડોવણી હશે તો તે પણ બહાર આવી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ધોરણ-7નો એક વિદ્યાર્થી પણ ગામમાં દારૂૂ ક્યાંથી મળે છે તેની માહિતી રાખે છે, ત્યારે સ્થાનિક પોલીસને તેની જાણ ન હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આથી સમગ્ર મામલે પોલીસની કામગીરી પણ ગંભીર તપાસનો વિષય બનવી જોઈએ. પુંજાભાઈ વંશે જિલ્લા શિક્ષણાધિકારીની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંબંધિત શિક્ષક સામે અગાઉ અનેક રજૂઆતો થઈ હોવાની ચર્ચા હોવા છતાં સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો તે સમયે જવાબદાર અધિકારીઓ સતર્કતા દાખવતા તો આજે આવી ગંભીર ઘટના સર્જાત નહીં.

પૂર્વ ધારાસભ્યએ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીની ભૂમિકાને પણ જવાબદાર ઠેરવી નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માત્ર શિક્ષક સામે કાર્યવાહી કરવાથી સમગ્ર મામલો પૂર્ણ થતો નથી, પરંતુ દારૂૂનું વેચાણ કરનાર, સપ્લાય કરનાર અને તેમને રક્ષણ આપતા તમામ તત્વો સામે કડક કાર્યવાહી થવી જરૂૂરી છે.