Site icon Gujarat Mirror

ગંદુ પાણી ઘર સુધી પહોંચતા પાડોશીએ આધેડને છરી ઝીંકી

oplus_2097184

મૂળો પ્રદેશના વતની અને હાલ જંગલેશ્વરના એકતાનગર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકકુમાર કરતારામ પાસવાન(ઉ.વ.45)ને નાહવાનું પાણી પાડોશના ઘર પાસે જતાને વાહન પાર્ક કરવા મામલે અવેસ અને તેની પત્નીએ માથાકૂટ કરી ઢીકા પાટુ અને છરી વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અશોકકુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.31/08ના રાત્રીના હુ તથા મારો કુંટુંબીક ભાઈ રાજન ઘરે જમવાનું બનાવીને બહાર અમે બન્ને આટો મારવા બહાર આવ્યા હતા અને મારો દિકરો સની ઘરે હતો અને બહાર આટો મારીને હુ એકલો ઘર પાસે પહોચતા અમારી બાજુમાં રહેતો આવેશ તથા તેની પત્ની આવેલ અને આ આવેશ એ મને તેના હાથમા છરીનો એક ઘા જમણા પગે સાંથળના ભાગે કરેલ અને બીજો ઘા મને છાતીના ભાગે કરતા અને તેની પત્ની પણ અમોને ઢીકાપાટુ મારવા લાગેલ તે દરમિયાન મારો દિકરો સની ઘરમાંથી બહાર આવતા આ લોકો ત્યાંથી જતા રહેલ હતા અને આ પછી મારો કુંટુંબીક ભાઇ રાજન પણ આવી જતા મારા દિકરા એ 108 નંબર ઉપર ફોન કરતા 108 આવી જતા મને સિવિલમાં ખસેડાયો હતો. આ બનવાનું કારણ એ છે કે અમારા ઘરનું નહાવા ધોવાનું પાણી આ લોકો ના ઘર પાસે જતુ હતુ અને આ આવેશ તેનો ટેમ્પો અમારા ઘર પાસે રાખતો હોય જે બાબતે અમારે અવારા નવાર સામાન્ય બોલાચાલી થતી હતી.

Exit mobile version