Site icon Gujarat Mirror

આંબેડકરનગરના યુવાને દારૂના નશામાં ગાર્ડનમાં પહોંચી ઝેરી દવા ગટગટાવી

શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ સાથે ઝઘડો થતાં જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડામાં રહેંતી રંજનબેન દીપકભાઈ બથવાર નામની 26 વર્ષની પરિણીતાને નજીવા પ્રશ્ર્ને પતિ સાથે બોલાચાલી થઈ હતી. જેથી તેણીને માઠુ લાગી આવતાં જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

બીજા બનાવમાં એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતાં મહેન્દ્ર હરીભાઈ પરમાર (ઉ.33)એ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં દારૂના નશામાં ગાર્ડનમાં પહોંચી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version