રાષ્ટ્રીય

સોમવારે સુપ્રીમમાં સુનાવણી પહેલાં NEET UG કાઉન્સેલિંગ સ્થગિત

Published

on

NEET UG કાઉન્સેલિંગ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. MBBS, BDS સહિતના ઘણા અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂૂ કરવામાં નહીં આવે. જો કે, NEET UG કાઉન્સેલિંગનું આયોજન કરનારી મેડિકલ કાઉન્સિલ કમિશન તરફથી હજુ સુધી કાઉન્સેલિંગને મુલતવી રાખવા પાછળનું કારણ જણાવ્યું નથી. કમિશન ટૂંક સમયમાં નોટિસ જારી કરીને આ બાબતે માહિતી આપી શકે છે.
NEET UG કાઉન્સેલિંગ પ્રક્રિયા આજે શરૂૂ થવાની હતી. હવે ખઈઈ તરફથી આગામી આદેશ સુધી કાઉન્સેલિંગ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અધિકારીઓ 8 જુલાઈએ NEET UG પર કોર્ટની સુનાવણીની રાહ જોવા માંગે છે. સર્વોચ્ચ અદાલત 8મી જુલાઈએ અનેક અરજીઓ પર સુનાવણી કરવાની છે, જેમાં 5મી મેના રોજ યોજાયેલી NEET UG પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવતી અરજીઓ પણ સામેલ છે.


આ પહેલા NEET UG પેપર લીક અને અનિયમિતતા જોતા પહેલા 11 જૂન અને પછી 20 જૂને NEET UG કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બંને વખત કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી. બેન્ચે કહ્યું હતું કે અમે આવું નથી કરી રહ્યા. જો પરીક્ષા ચાલુ રહેશે તો કાઉન્સેલિંગ પણ ચાલુ રાખવું જોઈએ, ચિંતા ના કરો.


સુપ્રીમ કોર્ટમાં લગભગ પોણા બે મહિનાના ઉનાળુ વેકેશન બાદ 8 જુલાઈથી સામાન્ય કામકાજ ફરી શરૂૂ થઈ રહ્યું છે. આ સમયગાળામાં NEET UG પરિણામ 2024 સામે ઘણા વિદ્યાર્થીઓ અને કોચિંગ સંસ્થાઓએ અરજી કરી છે. સોમવારે પેપર લીક અને પરીક્ષા રદ કરવા અંગે ચર્ચા થશે. આમાંની કેટલીક અરજીઓમાં અરજદારોએ પેપર લીકનો આક્ષેપ કર્યો છે. તો કેટલાકે આખી પરીક્ષા જ દર કરીને મેડિકલ પ્રવેશ પરીક્ષાનું ફરીથી આયોજન કરવા વિનંતી કરી છે. કેટલાકે ગઝઅની કાર્યપ્રણાલી તપાસવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version