ગુજરાત

મહાનગરપાલિકાના કર્મચારીઓ હવે ઈચ્છા મુજબ માગી શકશે બદલી

Published

on

વિભાગ, વોર્ડ અને ઝોનમાં 3 વર્ષથી વધુ સમય થયેલ હોય તેવા કર્મચારીઓ આજે રાત સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે, પ્રથમ એસ.એસ.આઈને લાભ

મહાનગરપાલિકામાં કમિશનર ડી.પી. દેસાઈએ થોડા સમયમાં મોટા ભાગના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની અરસ પરસ બદલીઓ કરી છે. જેના લીધે અમુક અધિકારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. કામનો અનુભવ ન હોય તેવા વિભાગમાં બદલી થયેલ હોય ત્યારે અમુક અધિકારીઓએ આ વિભાગની કામગીરી ન સોંપવામાં આવે તેવું પણ જણાવ્યું છે. આથી મ્યુનિસિપલ કમિશનરે નવો અભિગમ અપનાવી વહીવટી સરળતા ખાતર હવે કર્મચારીઓ પોતાની ઈચ્છા મુજબ પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિભાગોમાં બદલીની માંગણી કરી શકશે. જેના માટે ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.


મનપાના કમિશનર ડી.પી. દેસસાઈએ નવો અભિગમ અપનાવી દરેક વિભાગમાં અનુભવીઓ દ્વારા કામગીરી થઈ શકે તેવું પગલું ભર્યુ છે. રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની વહીવટી સરળતા ખાતર એક જ શાખા/વોર્ડ/ઝોનમાં 03 વર્ષથી વધુ સમય થયેલ હોય તેવા સેનેટરી સબ ઇન્સ્પેકટરની બદલી ઓનલાઈન પોર્ટલ માધ્યમથી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની બદલીની માંગણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે અને જેઓએ અગાઉ બદલી માટે અરજી કરેલ છે તેઓએ પણ ઓનલાઈન પોર્ટલમાં પોતાની અરજી કરવાની રહેશે. આ માટે ઓનલાઈન ગૂગલ ફોર્મમાં માંગવામાં આવેલ વિગતો રજુ કરવાની રહેશે જે ચછ ભજ્ઞમય સ્કેન કરી, બદલી માટેનું ગુગલ ફોર્મ તા.16/09/2024 સુધીમાં ભરવા આથી પરિપત્ર કરવામાં આવે છે.


બદલી માટે હાલની કામગીરીનો વોર્ડ જે ઝોનમાં આવતો હોય તે સિવાયના ઝોનની વોર્ડ ઓફીસ અથવા અન્ય શાખા/વોર્ડ ઓફીસ સિવાયના કાર્યક્ષેત્રની કુલ 15 પસંદગી કરવાની રહેશે. ” હાલની કામગીરીનો વોર્ડ જે ઝોનમાં આવતો હોય તે જ ઝોનની વોર્ડ ઓફીસ પસંદગી કરેલ હશે તો તેવી પસંદગી માન્ય રાખવામાં આવશે નહી. એક કરતાં વધુ વખત ગુગલફોર્મથી બદલી અરજી કરશે તો છેલ્લી કરેલ અરજી ધ્યાને લેવામાં આવશે. (4)બદલી સમયે નીચે મુજબના કેટેગરીના કર્મચારીઓને નીચેના ક્રમ અનુસાર અગ્રતા આપવામાં આવશે.


વિધવા બહેનો હોય તેમને અગ્રતા સૌ પ્રથમ આપવામાં આવશે. તેઓએ વિધવા હોવા તેમજ પુન:લગ્ન ન કર્યા હોવા બાબતનું રૂૂ.50- ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ તથા પતિના મૃત્યુનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ઇ.ગંભીર બિમારીઓ :- જે કર્મચારીને પોતાને અથવા પતિ/પત્નિ/બાળકોને નીચે દર્શાવેલ પૈકી કોઈ બીમારી હશે તો તેને દ્વિતિય અગ્રતા ક્રમ આપવામાં આવશે સારવાર ચાલુ હોવા તો તે બાબતનું જે તે સબંધિત ડોકટરનુ/સરકારી સિવિલ હોસ્પીટલના મેડીકલ કેન્સર ઓફિસરનું સારવાર ચાલુમાં છે તે અંગેનુ પ્રમાણપત્ર અપલોડ કરવાનુ રહેશે.


જે કર્મચારી 40% થી વધુ દિવ્યાંગ હશે તેમને તૃતીય અગ્રતા ક્રમમાં આપવામાં આવશે. આ માટે તેઓએ દિવ્યાંગતા અંગેનુ સીવીલ સર્જનનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. 40% થી ઓછી દિવ્યાંગતાને તેમની સામાન્ય સિનિયોરીટીમાં ગણવામાં આવશે. ઉ. પતિ-પત્નિ નોકરી :- પતિ-પત્નિની નોકરીના કિસ્સામાં જે કર્મચારી પતિ/પનિ કેન્દ્ર સરકાર, રાજય સરકાર, પંચાયત સેવા, નગરપાલીકા, બોર્ડ, કોર્પોરેશનમાં અલગ અલગ મુખ્યમથકમાં નોકરી કરતા હોય તેમને ચતુર્થ અગ્રતા ક્રમ આપવામાં આવશે. પતિ/પત્નિ જે વિભાગ/કચેરીમાં નોકરી કરતા હોય ત્યાંના સક્ષમ અધિકારીનુ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે તેમજ લગ્નનું પ્રમાણપત્ર/રૂૂ.50- ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ અપલોડ કરવાનો રહેશે. અગ્રતા ક્રમનો લાભ લેવા માટે જરૂૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જવાબદારી લગત કર્મચારી પોતાની રહેશે, તેમજ લગત કર્મચારીનાં ડોક્યુમેન્ટની ખરાઇ કરતાં ખોટા/બોગસ રજુ થયેલ હશે અથવા રજુ થયાનુ ધ્યાને આવશે તો રજુ કરનાર લગત કર્મચારી સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version