જામનગર જિલ્લાની મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપની માં આવેલા વનતારા માં સમયાંતરે સેલિબ્રિટીઓ મુલાકાતે આવતા રહે છે. આજે મુંબઈ ઇન્ડિયનસ ટીમ ના ક્રિકેટરો રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મલિંગા સહિત ના કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા.
અને ત્યાંથી તેઓ સડક માર્ગે વનતારા અને રિલાયન્સ ગ્રીન્સ પહોંચ્યા હતા. આજે તેઓ અંબાણી પરિવાર ની મહેમાનગતિ માણશે. અને રાત્રિ રોકાણ કરશે તેમજ વનતારા માં સારવાર માટે લાવવામાં આવેલા પ્રાણીઓ ને નિહાળશે.
