જામનગરમાં બેડીબંદર રોડ પર નીલકંઠ પાર્ક -2 માં મકાન નંબર 129 માં રહેતા નોએલ વિઠ્ઠલભાઈ સ્ટાલીન નામના 45 વર્ષના ક્રિશ્ચિયન યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવને લઈને પરિવારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી.
આ બનાવ અંગે મૃતકના પત્ની ગ્રીષ્માબેન સ્ટાલીને પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. એન. બુજડ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
પોલીસે મૃતકના પત્ની ગ્રીષ્માબેન નું નિવેદન નોંધ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મૃતક છેલ્લા પાંચ વર્ષથી ઈલેક્ટ્રીકના સામાનનો હોલસેલ નો વેપાર કરતા હતા, અને છેલ્લા 15 દિવસથી વેપાર ધંધામાં ખૂબ જ મંદી આવી ગઈ હતી. અને મૃતક ગુમસુમ રહેતા હતા. જેનું માનસિક ટેન્શન આવી જતાં ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવે છે.
ખાનકોટડામાં મહિલાનું બેશુદ્ધ હાલતમાં મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા મલીબેન કલજીભાઈ વસૈયા નામના 60 વર્ષના માનસિક અસ્તિત્વ મહિલા કે જેઓ ક્યારેક દારૂૂ પીવાની ટેવ વાળા હતા, અને આમતેમ રખડતું ભટકતું જીવન જીવતા હતા, જેઓ ગઈકાલે એકાએક બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા.
આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઈ કલજીભાઈ વસૈયા એ સૌપ્રથમ 108 ની ટીમ ને જાણ કરતાં 108ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેઓએ મલીબેન ને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ આર બી ઠાકોર બનાવનાર સ્થળે દોડી ગયા હતા, અને મહિલાના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
