ગુજરાત

વલ્લભ બ્રાન્ડ સોજીના લોટમાંથી જીવાત નીકળી

Published

on

જામનગર મહાનગર પાલિકાનાં કમિશ્નરની સુચનાથી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાજ્ય સરકારની ડ્રાઈવ સરકારી ગોડાઉનમાં તપાસ કરવી, તેમજ પાન મસાલાની ડ્રાઈવ અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ 5 ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાને મોકલવામાં આવ્યા.છે.


જેમા જામનગરનાં ગ્રેંઇન માર્કેટનાં જગદીશચંદ્ર એન્ડ કંપની માંથી કેસરયુક્ત પાન મસાલા (વિમલ બ્રાન્ડ ), બેડેશ્વરનાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ માંથી બાજરો (લુઝ), તુવેરદાળ, ઘઉં અને ચોખાનાં નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ ફરિયાદીની ફરીયાદમાં જણવ્યા અનુસાર સોજી (શ્રી વલ્લભ બ્રાન્ડ ) કં પેક પાઉચ 500 ગ્રામ ઘરે તોડતા તેમાંથી જીવાત/ઈયળ જોવા મળતા અત્રેની ફૂડ શાખાને ફરીયાદ કરતાં એફ.એસ.ઓ.દ્વારા ગ્રેઇન માર્કેટ માં આવેલ ઠક્કર એન્ડ કંપની માં રૂૂબરૂૂ તપાસ કરતાં વલ્લભ બ્રાન્ડ કં પેક સોજી 500 ગ્રામનો નમુનો તથા ઇગલ બ્રાન્ડ કં પેક 500 ગ્રામ સોજી ના નમુના ઓ લઇ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ને મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

તેમજ હાપા ગણેશ પંડાલ માં થયેલ ફૂડ પોઈઝનિંગ બાબતે જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂૂબરૂૂ તપાસ કરી પીરસવામાં આવેલ વઘારેલા ભાત અને છાસ ના નમુના લઇ તેમજ લંઘવાડ ના ઢાળીયે આવેલ બજરંગ ડેરી ફાર્મ માંથી છાસ નો નમુનો લઇ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં?
જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. આઈએએસ અધિકારી હોવા છતાં મ્યુનિસિપલ કમિશનરને ખોરાક સંબંધિત મૂળભૂત બાબતોની સમજ નથી. ખોરાક વાસી, ઝેરી કે સડેલો હોય તો ગ્રાહકને ખરીદ્યા બાદ નમૂના લેવા જવાની વાત કરવી એ અત્યંત ગંભીર બાબત છે. જો ફૂડ વિભાગને કોઈ ખોરાક વાંધાજનક લાગે તો તેનું વેચાણ તાત્કાલિક બંધ કરવું જોઈએ, પરંતુ આવું થતું નથી.ફૂડ વિભાગ માત્ર નમૂના લેવાનું નાટક કરે છે અને તેના રિપોર્ટ્સ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવતા નથી. શહેરની 7 લાખની વસ્તી અને 100 કિલોમીટરના વિસ્તાર માટે માત્ર બે ફૂડ અધિકારીઓ હોવાનું પણ ગંભીર સવાલ ઉઠાવે છે. આ બધા મુદ્દાઓ એ દર્શાવે છે કે જામનગરમાં ફૂડ સેફ્ટીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શું આપણે આવી બેદરકારી સહન કરીશું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version