ક્રાઇમ

‘કડકાઇ’ દૂર કરવા સાસુ-જમાઇ મુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા-દાગીના સેરવવા લાગ્યા

Published

on

શહેરમાં રીક્ષા ગેંગનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. ત્યારે શહેરના દેવપરા પાસે આવેલા સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા કોકીલાબેન દ્વારકાદાસ તેજુરા (ઉ.વ.62) જેઓ એકલવાયુ જીવન જીવે છે. તેઓએ ત્રણેક મહિના પહેલા બાબરામાં આવેલી જમનાદાસ મુળજીદાસ નામની સોનાની દુકાનમાંથી 14 ગ્રામનો રૂા.1 લાખનો સોનાનો ચેઇન ખરીદ્યો હતો. તેઓ ગઇ તા.14/8ના રોજ કુવાડવા રોડ ઉપર આવેલા રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે આંખની તપાસ કરાવવા ગયા હતા. ત્યાર બાદ તેમની આંખમાં મોતીયાનું ઓપરેશન કરાવ્યું હતું. બાદમાં 20/8ના રોજ ફરી આંખની તપાસ માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ બપોરના સમયે રીક્ષાની રાહ જોઇ ઉભા રહ્યા હતા. ત્યારે દેવપરા જવા માટે એક રીક્ષામાં બેઠા હતા. આ રીક્ષાના ચાલકે થોડે આગળ પહોંચી વૃદ્ધા કોકીલાબેનને અડધેથી ઉતારી દઇ અને તેઓને દેવપરા તરફ નથી જવું તેમ જણાવ્યું હતુ.


ત્યાર બાદ વૃદ્ધાએ તેમની પાસે રહેલી થેલી તપાસતા રોક્ડ રૂપિયા જોવામાં આવ્યા નહોતા અને તેમણે પહેરેલો રૂપિયા 1 લાખનો સોનાનો ચેઇન જોવામાં ન આવતા તેઓએ બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મારુ, ભાનુ શકંર ધાંધલા, રાજેશભાઇ બાળા, રાજદિપભાઇ પટગીર, જયદિપસિંહ બોરાણા, જગદિશભાઇ વાંક અને પોપટભાઇ ગમારા સહિતના સ્ટાફે બાતામીના આધારે રીક્ષા ચાલકને ઝડપી લેતા તેની પૂછપરછ કરતા પોતે પોતાનું નામ રાકેશ ઉર્ફે ઉગો સવજીભાઇ રાઠોડ (રહે. નાનામૌવા રોડ ગોવિંદ રત્ન બંગ્લોઝની સામે સરકારી ક્વાર્ટર) અને તેમના સાસુ હંસાબેન દિનેશભાઇ સોંલકી (રહે.કુબલીયા પરા)ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂા.1 લાખનો સોનાનો ચેઇન, રોકડ અને રીક્ષા સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો. બન્ને પૂછપરછ કરતા તેઓને પૈસાની તંગી હોય જેથી આ ગુનો આચર્યો હતો.


જ્યારે બીજા બનાવમાં મેંદરડાના યુવકને રિક્ષામાં બેસાડી 40 હજારની રોક્ડ સેરવી લેનાર જેનીશ રાજેશભાઇ ચૌહાણ (મોચી) (રહે.વાણીયા વાળી મેઇન રોડ અવંતિકા પાર્કની બાજુમાં શેરી નં.6) અને તેમના મિત્ર દિપક કરમશી સોંલકી (રહે.રણુજા મંદિરની સામે વેલનાથ પરા)ને ક્રાઇમ બ્રાંચે ઝડપી રૂા.1.71 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version