રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં 100થી વધુ લઘુમતીઓની હત્યા, હુમલાની 205 ઘટના

Published

on

વચગાળાની સરકારના વાતોના વડા વચ્ચે હિન્દુઓ હજુ ભયભિત, વિશ્ર્વભરમાં ન્યાયની માંગ

બાંગ્લાદેશના હિંદુઓની હાલત ખરાબ છે. અમેરિકા અને બ્રિટનથી માંડીને દુનિયાભરમાં બાંગ્લાદેશી હિંદુઓ માટે ન્યાયની માંગ ઉઠી રહી છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું વચગાળાની સરકારના વડા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ પોતાના દેશના કટ્ટરપંથીઓને શાંત કરી શકશે?


બાંગ્લાદેશમાં હિંદુ નરસંહારની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ સંપૂર્ણપણે અટકી નથી. છેલ્લા 7 દિવસમાં અહીં હિંદુઓ પર હુમલાની બસોથી વધુ ઘટનાઓ બની છે. એક અઠવાડિયાની અંદર કટ્ટરવાદીઓએ ઘણા હિંદુઓના જીવન, તેમના ઘરો અને મંદિરોને નુકસાન પહોંચાડ્યું અને તેમને લૂંટી લીધા છે. સ્થિતિ એવી છે કે ભયાનક દ્રશ્યો અટકી રહ્યા નથી.


બાંગ્લાદેશી મીડિયા અનુસાર, છેલ્લા 7 દિવસમાં 52 જિલ્લામાં લઘુમતીઓ પર હુમલાની 205 ઘટનાઓ નોંધાઈ છે. પ્રારંભિક અંદાજ મુજબ, હિંસાની આ ઘટનાઓમાં 100થી વધુ હિંદુઓ અને અન્ય લઘુમતીઓ માર્યા ગયા છે.
શેખ હસીનાની સરકાર હટાવ્યા બાદ હિન્દુઓ પર થતા અત્યાચારને કારણે બાંગ્લાદેશની છબી પાકિસ્તાન જેવી બની રહી છે. આવી સ્થિતિમાં હવે વચગાળાની સરકારે પણ આ માટે માફી માંગી છે. એક તરફ હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલા થઈ રહ્યા છે અને બીજી તરફ કટ્ટરવાદીઓએ હવે બાંગ્લાદેશની આ લઘુમતીઓને હેરાન કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.


મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હિંદુઓને બચાવવાનો દાવો કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું વર્તમાન સરકાર ખરેખર હિંદુઓને બાંગ્લાદેશના કટ્ટરવાદી જૂથથી બચાવી શકશે? જેઓ હિંદુ મંદિરોના અસ્તિત્વને પસંદગીપૂર્વક નાબૂદ કરવામાં આવી રહ્યા છે.


કાગળ પર પોતાને બિનસાંપ્રદાયિક ગણાવતા આ દેશમાં 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા પછી શું થયું તે આખી દુનિયાએ જોયું. હિંસાની શરૂૂઆતમાં જ કટ્ટરપંથીઓએ ઈસ્કોન મંદિરને લૂંટી લીધા બાદ આગ લગાવી દીધી હતી. હિન્દુઓનું કહેવું છે કે તેમના પર એટલો હુમલો કરવામાં આવ્યો કે તેમને મંદિર છોડવું પડ્યું. તેમનો દાવો છે કે 500થી વધુ લોકોએ પેટ્રોલ અને ગન પાઉડરથી હુમલાને અંજામ આપ્યો હતો.


કટ્ટરવાદીઓ નફરતથી એટલા ગ્રસિત હતા કે તેઓએ ધાર્મિક ગ્રંથોને પણ છોડ્યા ન હતા. વેદ, પુરાણ અને શ્રીમદ ભાગવત ગીતાથી માંડીને મંદિરના તમામ ગ્રંથોને આગ લગાડવામાં આવી હતી. મંદિરમાં રાખેલ દાનની રકમ અને ભગવાનના ઘરેણાં લૂંટીને લઈ ગયા હતા. 10-15 લાખ રૂૂપિયા દાનમાં આવ્યા હતા, ભગવાનના સોનાના ઘરેણા હતા, બધું લૂંટી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version