અમરેલી

અમરેલીના દામનગરમાં ચાલતા જુગાર પર ધારાસભ્યની રેડ

Published

on

શોપિંગ સેન્ટરમાં ઓનલાઇન જુગાર રમાડતા હોવાની રાવ: વીડિયો વાઇરલ


અમરેલી જિલ્લાના લાઠી-બાબરા વિસ્તારના દામનગર વિસ્તારમાં એક શોપિંગ સેન્ટરમાં ઓનલાઇન જુગારધામ ચાલતું હોવાની ફરિયાદો ધારાસભ્ય જનક તળાવીયાને મળતાં તેઓએ સ્થાનિકો સાથે ગતરાત્રે જનતા રેડ કરી હતી અને બાદમાં પોલીસ બોલાવતાં પોલીસે ઇલેક્ટ્રિક સામગ્રી જપ્ત કરી હતી. આ જનતા રેડનો વીડિયો પણ ધારાસભ્ય દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને બાદમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે, અમે રેડ કરી તો કેટલાક શખ્સો ફરાર થઇ ગયા હતા. જોકે, આ અંગે ઉુજઙએ હાઇકોર્ટના ચુકાદા સાથે જણાવ્યું હતું કે આ જુગારધામ નથી, છતાં કાયદાકીય સલાહ લઇને આગળની તપાસ કરાવામાં આવશે.


લાઠી-બાબરના ધારાસભ્ય જનક તળાવીયાને દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં ઓનલાઈન જુગાર રમાડતા હોવાની ફરિયાદ મળતા ધારાસભ્યે જનતા રેડ કરી દામનગર પોલીસને બોલાવી હતી. પોલીસે સ્થળ પરથી ઇલેક્ટ્રિક સામગ્રી જેમાં કઊઉ ઝટ,ઈઙઞ, કીબોર્ડ, મોબાઈલ ચાર્જર, વાઇફાઇ મોડેમ સહિત કુલ.રૂૂ.11,400નો મુદ્દાદામાલ અને દુકાનમાં રહેલા ટેબલ ઉપર પ્લાસ્ટિકના યંત્રના કાર્ડ નંગ 21 તથા ટેબલના ખાનામાંથી રોકડ રૂ.8,720, મળી કુલ રૂ.20,120નો મુદામાલ સી.આર.પી.સી.કલમ 102 મુજબ જપ્ત કરી આગળતની તપાસ હાથ ધરી છે. આ રેડ અંગે ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, હું દામનગર વિસ્તારમાં મુલાકાતે હતો, અગાઉ પણ ત્યાંના લોકોની દારૂૂ-જુગાર અંગેની ઘણીબધી રજૂઆતો હતી. અગાઉ પણ મેં ખાનગી રાહે તપાસ કરાવી હતી. જોકે, કંઇ ધ્યાને આવ્યું નહોતુ. પરંતુ ગઈકાલે ફરી મને ત્યાંથી જાણ કરવામાં આવી કે યંત્રની આડમાં જુગારધામ ચાલે છે. જેથી મેં ખુદ જઇને રેડ કરી હતી. જ્યારે રેડ કરી ત્યારે ત્યાંથી લોકો બધુ ખુલ્લું મુકીને ભાગી ગયા હતા. બાદમાં મેં પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત સ્થળ પર આવી હતી અને રોકડ સહિતની સામગ્રી જપ્ત કરી હતી. જનક તળાવીયાએ વધુમાં કહ્યું કે ધારાસભ્ય તરીકે પોલીસને હું ખાસ વિનંતી કરું છું કે મારા વિસ્તારમાં દારૂૂ જુગાર જેવી પ્રવૃતિ ચલાવવા નહીં દઉ. ફરીથી ક્યાયં મારે ખુદ રેડ કરવી પડે તેવા દિવસો ન આવે જેનું પોલીસ તંત્ર ધ્યાન રાખે.


આ અંગે અમરેલી ઉુજઙ રાઠોડે જણાવ્યું હતું કે, ધારાસભ્યની રેડ અને જુગારધામ બાબતે વીડિયો વાયરલ થતાં પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી તો જુગાર રમવાવાળા કે રમાડવાવાળા કોઇ હાજર નહોતા. પોલીસે સ્થળ પરથી કેટલાક યંત્ર, સાધનો અને રોકડ રકમ સીઆરપીસી 102 મુજબ કબ્જે કર્યા છે. આ ઉપરાંત દુકાનદારની પૂછપરછ કરી તો દુકાન માલિકે જણાવ્યું હતું કે, ઓનલાઈન બાબતે પોતે એચ.એચ. ફ્રેન્ચાઇસીઝ રાખેલ છે અને કરાર કરેલો છે. ઓનલાઈન માર્કેટીંગ મુજબ અને ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ પિટિશન દાખલ થયેલી છે. જેના ઓર્ડરમાં સ્પષ્ટ છે કે ઓનલાઈન વાસ્તુ યંત્ર અને ઓનલાઈન વસ્તુ પૂજા યંત્ર વેચાણ અને મનોરંજન તરીકે ગણવામાં આવે છે, જે જુગારની વ્યાખ્યામાં આવતું નથી. તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહ લઈ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version