ક્રાઇમ

રાજકોટમાં મુંબઈના પીઆઈ વતી 10 લાખની લાંચ લેનાર વચેટિયાની રિમાન્ડ મગાશે

Published

on

રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ ઉપરથી મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી 10 લાખની લાંચ લેતાં રાજકોટના વચેટીયાની જામનગર એસીબીએ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. તેમજ આ મામલે મુંબઈનાં માટુંગાના પીઆઈની ધરપકડ કરવા રાજકોટ એસીબીની ટીમ રવાના થઈ છે. ફરિયાદીનું ફ્રીઝ થયેલું ખાતુ અનફ્રીઝ કરવા અને ધરપકડ નહીં કરવા માટે લાંચ માંગવામાં આવી હતી.


મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર.એ.પાગરએ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ છેતરપીંડીની ફરિયાદમાં બેંક ખાતુ અનફ્રીઝ કરવા અને ધરપકડ નહીં કરવા માટે લાંચ માંગી હતી. મુંબઈની એક ફરિયાદ અંગે રાજકોટ ખાતે રહેતા ફરિયાદીને નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલેલ હતી. આ પછી પીઆઇના વહીવટદાર જયમીન સાંવલિયાએ ફરિયાદીનો સંપર્ક કરી પીઆઇ દીગંબરે તમને જે નોટીસ ઇસ્યુ કરી છે તે અઘિકારી મારા ઓળખીતા છે કહી વાતચીત કરી હતી. આ પછી ફરીયાદીનો સંપર્ક કરાવતા આરોપી પીઆઇ દીગંબરે માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં ફરિયાદીની ધરપકડ તથા હેરાનગતી નહીં કરવા રૂૂપિયા 10 લાખની માંગણી કરી તે રૂૂપિયા આરોપી પીઆઈના વહીવટદારને આપવા જણાવેલ હતું.


ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ આધારે એસીબી દ્વારા લાંચનું છટકુ ગોઠવી દરમ્યાન ફરીયાદી પાસેથી પીઆઇના વહીવટદારે વાતચીત કરી રૂૂ.10 લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂૂ.10 લાખ લાંચના નાણાં સ્વીકારી આરોપી પીઆઇ સાથે લાંચનાં નાણા મળ્યાની ખાત્રી બાબતની ટેલીફોનીક વાતચીત કરાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી વહીવટદારએ સ્થળ પરથી પકડાઈ જઈ ગુનો કર્યો હતો અને પકડાયેલા જયમીન સાવલીયાની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. તેમજ પીઆઈની ધરપકડ કરવા માટે રાજકોટ ટીમ મુંબઈ જવા રવાના થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version