શહેરના કુવાડવા રોડ પર સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 17 વર્ષીય તરૂૂણનું સારવાર દરમિયાન કરૂૂણ મોત નીપજ્યું છે. ગત રવિવાર, તારીખ 22/11/2026 ના રોજ વહેલી સવારે ફોટોશૂટ કરવા માટે મિત્રો સાથે ચાલીને જઈ રહેલા તરૂૂણને એક પૂરઝડપે આવતી ટોયોટા ઈનોવા કારે જોરદાર ટક્કર મારી હતી, જે બાદ ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો.
મળતી વિગતો અનુસાર, કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે આવેલ શ્રી રામ પાર્ક શેરી નં. 2માં રહેતા ધર્મેન્દ્રભાઈ માનસિંગભાઈ ચૌહાણ (ઉં.વ. 41) એ આ અંગે રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમનો મોટો દીકરો ભાવીન (ઉં.વ. 17) રવિવારે સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં મિત્રો સાથે બહાર ફોટોશૂટ કરવા માટે ઘરેથી ચાલીને નીકળ્યો હતો.
સવારે સાતેક વાગ્યાની આસપાસ ભાવીન કુવાડવા રોડ પર ઓસ્કાર વિલા સામેના જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટોયોટા કંપનીની ઈનોવા કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી ભાવીનને હડફેટે લીધો હતો. અકસ્માતને પગલે ભાવીન રોડ પર પટકાતા તેને માથાના પાછળના ભાગે ગંભીર હેમરેજ થયું હતું.ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બેભાન હાલતમાં ભાવીનને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે કુવાડવા રોડ સ્થિત ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
