Site icon Gujarat Mirror

રાજકોટમાં બપોરથી મેઘરાજા મંડાયા, ધૂંઆધાર ઇનિંગ

પોણા બે ઇંચ એકરસ વરસાદથી રસ્તાઓ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં સતત ધબધબાટી, બપોર સુધીમાં મહુવામાં પાંચ, વિસાવદર-ચિખલી- ખેરગ્રામ- બારડોલીમાં 4 ઇંચ વરસાદ

રાજકોટમાં આજે બપોરે એક વાગ્યા બાદ મેઘરાજાએ મુકામ કર્યો છે અને શહેર તથા આસપાસના વિસ્તારોમાં એકધારો ધોધમાર વરસાદ પડયો હતો. લગભગ દોઢેક કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેતા શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા હતા. જયારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરિણામે અનેક સ્થળે વાહનો ફસાઇ ગયા હતા. આજે રાજકોટમાં બપોરે દોઢ કલાક કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.
આ સિવાય આજે બપોરે બે વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુનાગઢ- અમરેલી- સોમનાથ- રાજકોટ વિગેરે જિલ્લાઓમાં પણ એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે અને બપોરબાદ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

આ સિવાય ગુજરાતમાં પણ આજે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં 64 તાલુકામાં એક મીમીથી માંડી 2.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં વિસાવદરમાં 4.15 ઇંચ, તાલાલામાં 2.17, કુતિયાણામાં બે, લોધિકામાં બે, કંવાટમાં 1.50, સુરતમાં 1.14, કેશોદ-જામજોધપુર- મેંદરડા- રાજુલા વિગેરે સ્થળોએ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે સુરતના મહુવામાં બપોર સુધીમાં વધુ પાંચ ઇંચ, ચિખલી- ખેરગ્રામ- બારડોલી- કામરેજ વિગેરે તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ પડયો છે.

Exit mobile version