રાજકોટ-લીંબડી હાઇવે પર ત્રિપલ અકસ્માત: કારનો બુકડો, એકનું મોત

લીંબડી-રાજકોટ હાઈવે પર વસ્તડી ગામ નજીક બ્રિજ પાસે આજે ગંભીર ટ્રિપલ અકસ્માત થયો હતો. કાર, ટેન્કર અને બસ વચ્ચે થયેલી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે…

લીંબડી-રાજકોટ હાઈવે પર વસ્તડી ગામ નજીક બ્રિજ પાસે આજે ગંભીર ટ્રિપલ અકસ્માત થયો હતો. કાર, ટેન્કર અને બસ વચ્ચે થયેલી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવાયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.