Site icon Gujarat Mirror

એઇમ્સ હોસ્પિટલની હોસ્ટેલમાંથી તબીબી વિદ્યાર્થી ભેદી રીતે ગુમ

જામનગર રોડ પર આવેલી એઇમ્સ હોસ્પિટલના સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહેતો મૂળ રાજસ્થાનનો વતની તબીબી છાત્ર આજરોજ ગઇકાલે રાત્રીના ઈમરજન્સી રૂૂમમાં જવાનું કહી નીકળ્યા બાદ લાપતા બન્યો હતો. તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો. જે અંગે અહીં કેમ્પસમાં તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તબીબી છાત્રના કોઈ સગડ ન મળતા અંતે પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસે ગુમ નોંધની એન્ટ્રી કરી તબીબી છાત્રની શોધખોળ શરૂૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર આવેલી એઇમ્સ હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની રતન મેઘવાલ (ઉ.વ. 25) નામનો તબીબી છાત્ર એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો કરતો હોય જે ગુમ થયા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. તબીબી છાત્ર રતન ગઇકાલ રાત્રીના ઇમરજન્સી રૂૂમમાં જવાનું કહી નીકળ્યો હતો. પરંતુ બાદમાં તે પોતાની ફરજના સ્થળ પર નજરે ન પડતા તેની શોધખોળ શરૂૂ કરી હતી.

એઇમ્સ હોસ્પિટલમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની છાત્ર રતન મેઘવાલ ગત ભેદી રીતે ગુમ થઇ જતાં અને છાત્રનો ફોન પણ સ્વીચ ઓફ હોય એઇમ્સ હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુમ નોંધ દાખલ કરવામાં આવી હતી. જે મામલે ગાંધીગ્રામ પોલીસના પીએસઆઈ વી ડી રાવલિયાની ટીમે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ્સના આધારે તપાસ હાથ ધરી છે.

Exit mobile version