ખંભાળિયા: લોનની લાલચ આપીને છેતરપિંડી સબબ પાંચ શખ્સો ઝબ્બે

સોશીયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક ઉપર સી-બિલ સ્કોર ઓછો હોવા છતાં લાખો રૂૂપિયાની લોન અપાવવાની જાહેરાત કરી, પ્રલોભન આપી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામી સાથે રૂૂપિયા…

સોશીયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક ઉપર સી-બિલ સ્કોર ઓછો હોવા છતાં લાખો રૂૂપિયાની લોન અપાવવાની જાહેરાત કરી, પ્રલોભન આપી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામી સાથે રૂૂપિયા 63 હજાર જેટલી રકમ પડાવી લેવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય સુત્રધાર સહિત પાંચ આરોપીઓની ગેંગની ધરપકડ કરી છે.સાઇબર ક્રાઇમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોન બહાને રૂૂ. 63 હજાર જેટલી રકમની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા એક આસામીની ફરિયાદને અનુલક્ષીને ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સિસના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં સોસિયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ઉપર સરળતાથી લોન અપાવવાની જાહેરાતો મુકી ફરીયાદીને ખોટા લોન અપ્રુવલ લેટરો મોકલી વિશ્વાસમાં લઇ રૂૂ. 63,176 ની છેતરપીંડી પ્રકરણમાં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા કુલદીપ ઉર્ફે કુણાલ સંદીપભાઈ વશી (ઉ.વ. 38), જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં રહેતા અને બેંક સેલ્સમેન તરીકે કામ કરતા રવિ રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 26), અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને એક ઇન્સ્યોરન્સ કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાણસિંહ રાજપુરોહિત (ઉ.વ. 25), અમદાવાદના શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા ધવલ કિશોરભાઈ વ્યાસ (ઉ.વ. 26) અને ખંભાળિયાના સતવારા વાડ, શેરી નંબર 14 વિસ્તારમાં રહેતા દલવાડી આશિષ કાંતીભાઈ કછટીયા (ઉ.વ. 27) નામના પાંચ શખ્સોને રૂૂ. 93,500 ની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આ સાઇબર ગુનેગારો સામે નોંધાયેલ ગુન્હાની વિગતમાં કુલદીપ ઉર્ફે કુણાલ વશી અને રવિ રાજેન્દ્રભાઈ વ્યાસ વિરૂૂધ્ધ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી) તથા આઈટી એક્ટની કલમ હેઠળ અગાઉ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓને જરૂૂરી કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી સાઇબર ક્રાઇમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા સાથે સ્ટાફના હેભાભાઈ ચાવડા, ભરતભાઈ ચાવડા, ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઇ નંદાણીયા, સાજણભાઈ સુવા, અજયભાઈ વાઘેલા તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.