ગુજરાત

સુરતમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: જનેતાએ બે બાળકોને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવ્યું

Published

on

 

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થી રહ્યો છે. ત્યારે સુરતમાંથી એક સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં મહિલાએ બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ માતા અને બાળકો સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

મળતી વિગતો અનુસાર સુરત સચિન વિસ્તારના પાલી ગામની આ ઘટના છે. એક મહિલાએ પોતાના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવ્યું હતું. આ ઘટનાની જન પાડોશીઓને થતાં તેમણે તાત્કાલિક 108ની મદદથી ત્રણેયને સારવાર માટે સિવિલ ખસેડ્યા હતા. જ્યાં હાલ ત્રણેયને સારવાર આપવામાં આવી રહી છે. મૂળ બિહારની 25 વર્ષીય મહિલા પાલી ગામમાં પોતાના એક દીકરા અને એક દીકરી સાથે રહે છે. મિલમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ બે લગ્ન કર્યા છે. પહેલાં પતિના બે સંતાન છે, બીજો પતિ સાથે રહેતો નથી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાએ માનસિક તણાવમાં આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાના પહેલા પતિનું ત્રણ વર્ષ પહેલાં કેન્સરના કરેણ મોત થયું હતું. ત્યારબાદ તે બંન્ને બાળકો સાથે જિંદગી જીવી રહી હતી. આ દરમિયાન એક વર્ષ પહેલા તેણે સંદીપ સાથે બીજા લગ્ન કર્યા હતા. થોડા સમયમાં જ સંદીપ પણ વતન ગયા બાદ પરત આવ્યો ન હતો. મહિલા બંન્ને બાળકોને સાથે રાખી મિલમાં કામ કરીને પણ ભરણ પોષણ કરી શકતી ન હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version