Site icon Gujarat Mirror

મારવાડી કોલેજની બસે સર્જ્યો અકસ્માત વોકિંગમાં નીકળેલા આધેડને ઠોકરે ચડાવ્યા

oplus_2097152

શહેરના થોરાળા પોલીસ મથક નજીક મારવાડી કોલેજની બસે અકસ્માત સર્જ્યો હતો. મહનહપરામાં રહેતા આધેડ વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે મારવાડી કોલેજની બસે ઠોકરે ચડાવતા બંને પગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

થોરાડા પોલીસ સ્ટેશન સામે મનહરપરામાં રહેતા પ્રકાશભાઇ પ્રવિણભાઇ હરિયાણી (ઉ.વ.50) નામના આધેડ આજે સવારે 7 વાગ્યાના અરસામાં ચાલીને જતા હતા ત્યારે મારવાડી કોલેજના બસના ચાલકે આધેડને અડફેટે લેતા તેમને બંને પગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રકાશભાઇ બે ભાઇ એક બહેનમાં નાના અને બંગડીનુ કામ કરે છે. તેમને 10 વર્ષથી કેન્સરની બિમારી હોય ડોક્ટરે વોકિંગ કરવાનુ કહ્યુ હોવાથી નિયમીત સવારે પત્ની સાથે વોકિંગ કરવા નીકળી છે. જો કે આજે પત્ની સાથે ન હતા તેઓ એકલા વોકિંગમાં નીકળયા હતા ત્યારે મારવાડી કોલેજની બસે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version