Site icon Gujarat Mirror

છાત્રાલયના પ્રમુખને ધમકી આપનાર શખ્સ વિરુધ્ધ વધુ એક ગુનો, યુવાનને બેફામ માર માર્યો

રાજકોટ શહેરમાં ગઈકાલે છાત્રાલયના પ્રમુખને ધમકી આપ્યાના ભાવેશ વાણવી અને ધર્મેશ દોષી સામે બે ગુના નોંધાયા બાદ આજે ભાવેશ વણવી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે.વધુ વિગતો મુજબ,રૈયા ગામમાં રહેતા હિતેષભાઈ ભરતભાઈ સોલંકી(ઉ.વ.28)એ રૈયા રોડ ન્યારા પાછળ રહેતા ભાવેશ વાણવી અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

હિતેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું બેનર ફીટીંગનુ કામકાજ કરૂૂ છુ.ગઈ તા.21 ના રોજ સવારે હુ રૈયારોડ ખાતે આવેલી સેફાયર ગોલ્ડ એપાર્ટમેંટ નીચે આવેલી ચાની દુકાને ઉભેલો હતો. ત્યારે મારા મીત્ર રજનીશભાઈ સારેખડાનો મીત્ર ભાવેશભાઈ વાણવી ત્યા આવેલો અને મને કહેવા લાગેલ કે તારો મીત્ર રજનીશ ક્યા છે મારે તેની પાસેથી પૈસા લેવાના છે.જેથી મે તેને કહેલ કે તમારી પૈસાની જે મેટર હોય તે મને ખબર નથી અને રજનીશ ક્યા છે તેની પણ મને ખબર નથી, જેથી આ ભાવેશ મને કહેવા લાગેલ કે હુ મોટા ગજાનો પત્રકાર છુ મારૂૂ કાંઈ થાશે નહી અને તુ ગાડીમા બેસ તેમ કહીને મારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલો અને ગાળો આપવા લાગ્યો હતો.

જેથી મે ગાળો બોલવાની ના પાડતા ભાવેશ તથા તેની સાથે આવેલા બે અજાણ્યા માણસો એકદમ ઉશ્કેરાઈ ભાવેશે મને છાતીમા એક ઘુસ્તો મારેલો તથા તેની સાથેના બે અજાણ્યા માણસો મને શરીરે ગડદા પાટુનો માર મારવા લાગેલા હતા અને બાદમા ત્યા લોકો એકઠા થવા લાગતા આ ભાવેશ મને કહેવા લાગેલ કે જો તુ પોલીસ ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલી હતી અને આ લોકો ત્યાથી જતા રહેલા હતા.આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

Exit mobile version