પતિ-દિયરને જેલમાંથી છોડાવવાના બહાને પરિણીતા પર દુષ્કર્મ

શહેરમાં દુષ્કર્મના અલગ અલગ ત્રણ બનાવોમાં તાલુકા પોલીસ, થોરાળા પોલીસ અને યુનિવર્સિટી પોલીસે ગુના દાખલ કર્યા છે. જેમાં એક કિસ્સામાં ભોગ બનનાર પીરણીતા છે. જેના…

શહેરમાં દુષ્કર્મના અલગ અલગ ત્રણ બનાવોમાં તાલુકા પોલીસ, થોરાળા પોલીસ અને યુનિવર્સિટી પોલીસે ગુના દાખલ કર્યા છે. જેમાં એક કિસ્સામાં ભોગ બનનાર પીરણીતા છે. જેના પતિ અને દિયરને જેલમાંથી છોડાવવામાં મદદ કરવાના બહાને ગઠિયાએ તેણીને ફસાવી હતી અને હવસખોરી આચરવા ઉપરાંત તેની પાસેથી 10 લાખ જેવી રોકડ પણ પડાવી લીધી હતી.આ શખ્સે પોતે તાંત્રીક વિદ્યા દ્વારા તેણીના આખા પરિવારને પતાવી દેશે તેવી ધમકી પણ દીધી હતી. તેમજ બ્લેકમેઈલ કરી ન્યુડ વિડીયો કોલ કરાવા દબાણ કરી તેના સ્ક્રીન રેકોર્ડીંગ લઈ તે વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. ચોંકાવનારી વાત એ છે એ આ શખ્સ અગાઉ આજીડેમ પોલીસમાં પણ દૂષ્કર્મના એક ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. મહિલા જેલ ખાતે પતિ-દિયરની મુલાકાતે જતી ત્યારે આ શખ્સ પણ ત્યાં કોઈને મળવા ગયો ત્યારે પરિચય થયો હતો.

ભોગ બનનાર પરિણીતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે કોઠારીયા રોડ ડાયમંડ પાર્ટી પ્લોટ પાસે શન પાર્કમાં રહેતાં રીન્કલ જસમભાઈ આંબલીયા નામના શખ્સ વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ અને દિયરની છએક મહિના પહેલા જીપીઆઈડીના ગુના સબબ ધરપકડ થયા બાદ બંને જેલહવાલે થયા હતાં.જુના ર026માં તેણી જેલ ખાતે પતિ, દિયરની મુલાકાતે ગઇ ત્યારે ત્યાં એક શખ્સ પણ કોઈની મુલાકાત માટે આવ્યો હતો.

આ વખતે પોતે એકલી હોઈ તેની પાસે આ શખ્સ આવ્યો હતો અને તમારું કોણ કોણ જેલમાં છે? એવી પૃછા કરી હતી. આથી તેણીએ પોતાના પતિ અને દિયર જીપીઆઇડીના ગુનામાં જેલમાં છે તેવી વાત કરી હતી. આ શખ્સે પોતાનું નામ રીન્કલ જસમતભાઈ આંબલીયા હોવાનું અને પોતે પણ એક પરિચીતને મળવા અને તેન અને તેના માટે જામીન કરાવી છોડાવવાની વ્યવસ્થા કરવા માટે આવ્યાનું કહ્યું હતું. તેમજ રીન્કલે એવી વાત પણ કરી હતી કે મારી ઓળખાણ મોટા વકીલો સાથે છે, તેનો હું તમને કોન્ટેકટ કરાવી આપીશ જેથી તમારા પતિ અને દિયર બહુ ઝડપથી જેલમાંથી બહાર આવી જશે.

પરિણીતા પોલીસ કાર્યવાહી, જામીન મેળવવા સહિતની બાબતોથી અજાણ હોઈ તેને રીન્કલની વાતમાં ભરોસો બેસી ગયો હતો. રીન્કલે આ વાતચીત દરમિયાન કોન્ટેક્ટ નંબર પણ લઇ લીધા હતાં. બાદમાં તેણીએ પરિણીતા સાથે વાતચીત શરૂૂ કરી તેની લાગણી જીતવા દાવપેચ કર્યા હતાં અને તેણીના પતિ, દિયરને જેલમાંથી છોડાવી દેવા પોતે ગમે તે કરશે તેવી વાતો કરી હતી. આ પછી ધીમે ધીમે તેણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. એ દરમિયાન તેણીને વિડીયો કોલ કરવા મજબૂર કરી હતી. વિડીયો કોલ કરતાં તેણે સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધુ હતું અને તે વાયરલ કરવાની ધમકી દઇ બાદમાં ન્યુડ વિડીયો કોલ કરવા ધમકી આપી હતી. તેમજ અવાર-નવાર હોટેલ ખાતે લઇ જઈ બ્લેકમેઈલ કરી બળજબરીથી શરીર સંબંધો બાંધી લીધા હતાં.

મહિલા જો ઈન્કાર કરે તો રીન્કલ ધમકાવતો કે હું તારા પતિ, દિયરને જેલમાંથી છુટવા નહિ દઉં. આ પછી તેણે શરીર સંબંધ વખતે વિડિયો ઉતારી લીધા હતાં તે વાયરલ કરી દેવાની ધમકી આપી તેણે કટકે કટકે ઓનલાઈન તેણી પાસેથી રૂૂા. 10 લાખ રોકડા પડાવી લીધા હતાં.રીન્કલ એવી પણ ધમકી આપતો હતો કે પોતે તાંત્રિક વિદ્યાનો જાણકાર છે અને જો પોતે કહે તેમ તેણી નહિ કરે તો પોતે તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કરી તેણીને અને તેના આખા પરિવારને પતાવી દેશે. ફસાઈ ગયેલી આ પરિણીતાએ લાખોની રકમ આપી દીધી હોવા છતાં તે વધુને વધુ બ્લેકમેઇલ કરતો હોઈ અંતે તેણીએ સગાને જાણ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તાલુકા પોલીસ સ્ટેશનમાં તેણી પહોંચતા ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, એસીપી બી. જે. ચૌધરીની રાહબરીમાં તાલુકા પીઆઈ એસ. આર. મેઘાણી, પીઅસઆઇ એમ. એચ. મહારાજ, પીએસઆઈ બી. આર. ભરવાડ અને ટીમે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પીઆઈ એસ. આર. મેઘાણીમેડમના જણાવ્યા મુજબ આરોપી હાથવેંતમાં છે.

આરોપી રિંકલ અગાઉ પણ દુષ્કર્મના ગુનામાં પકડાઈ ચૂક્યો છે
આરોપી અગાઉ પણ આજીડેમ પોલીસના દુષ્કર્મના ગુનામાં પોલીંસ ચોપડે ચડી ચુક્યો છે.થોડા મહિના પહેલા જ તેના વિરૂૂધ્ધ પરિણીતા સાથે દૂષ્કર્મનો ગુનો આજીડેમ પોલીસમાં નોંધાયો હતો.હવે તેણે બીજી પરિણીતાને ફસાવી બળજબરી આચરી હતી. અગાઉ તે ઇમિટેશનનું કામ કરતો હતો. લગ્ન બાદ તેના છુટાછેડા થઈ ગયા છે.જેલમાં તે કોઈની મુલાકાતે ગયો ત્યારે ભોગ બનનાર મહિલા તેના પતિ, દિયરની મુલાકાતે ગયા હોઇ રીન્કલે તેની સાથે પરિચય કેળવી તેના પતિ, દિયરને છોડાવી દેવાના નામે ફસાવીને બળજબરી કરી શું બ્લેકમેઇલીંગ પણ કર્યું હતું.