થોરાળા વિસ્તારની સગીરાને એક વર્ષ પહેલા શુભમ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યુ: યુનિવર્સિટી વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર 22 વર્ષના શખ્સનું દુષ્કર્મ, પરિવારે સગીરાનો અભ્યાસ છોડાવ્યો છતાં પીછો નથી મુકતો !
રાજકોટમાં બે સગીરા પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે.પ્રથમ બનાવમાં થોરાળા પોલીસે ભોગ બનનાર 16 વર્ષની બાળાની ફરિયાદ પરથી સામા કાંઠાના શુભમ્ નરેશભાઈ ચોલેરા વિરૂૂધ્ધ પોક્સો, દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. સગીરા ધો.11માં ભણે છે અને માતા-પિતા સહિતના પરિવાર સાથે રહે છે. એકાદ વર્ષ પહેલા તેણીને શુભમ્ નામના શખ્સે મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં તેણી સાથે એક વર્ષમાં ત્રણેક વખત દુષ્કર્મ આચરી લીધુ હતું.
ગઇકાલે બાળા ઘરેથી ગૂમ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂૂ કરી હતી. એ દરમિયાન બાળાને એકલી અને ચિંતામાં હોય તેવુ લાગતાં કોઈ જાગૃત નાગરિકે 112ને જાણ કરી હતી. પોલીસ પુછતાછમાં બાળાએ પોતે ઘરેથી નીકળી ગયાનું અને સરનામુ જણાવતાં પોલીસ તેના વાલીને જાણ કરી હતી અને થોરાળા પોલીસ સ્ટેશને બાળાને લઈ જવાઈ હતી. અહિ પીઆઈ શકિતસિંહ સોઢા અને ટીમે મહિલા પોલીસને સાથે રાખી બાળાનું કાઉન્સેલીંગ કરતાં તેણીએ પોતાને શુભમ્ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવ્યાનું અને ઘરેથી તે તેના કહેવાથી નીકળી ગયા બાદ તે તેને છોડીને જતો રહ્યાનું કબુલતાં તેણીના વાલીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જ્યારે બીજી ઘટનામાં યુનિવર્સિટી પોલીસે બાળાની માતાની ફરિયાદને આધારે દીપ હમીરભાઈ મિયાત્રા નામના 22 વર્ષના શખ્સ વિરૂૂધ્ધ પોક્સો, દૂષ્કર્મનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષની આ બાળાને ફસાવી ઢગાએ અલગ અલગ વખત દુષ્કર્મ આચરી લીધાનું અને તેણીના ન્યુડ ફોટા, વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલીંગ કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
યુનિવર્સિટી પીઆઈ કે.કે. ગોહિલે જણાવ્યા અનુસાર, ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન સગીરાનો આરોપી સાથે સંપર્ક થયો હતો અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જો કે બાદમાં આરોપી દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હોવાની જાણ થતાં અને તેની સાથેના સંપર્કને કારણે પરિવાર ચિંતિત બન્યો હતો. આથી પરિવારે સગીરાનો અભ્યાસ બંધ કરાવી દીધો હતો.જો કે અભ્યાસ બંધ કરાવ્યા બાદ પણ આરોપી તેનો પીછો છોડતો ન હતો.દરમિયાન સગીરા મિત્રો સાથે પ્રી-વેડિંગ શૂટમાં જવાનું કહી સાસણ ગઈ હતી. આ દરમિયાન દીપ મિયાત્રા સાથેના તેના ફોટા મળતાં માતા-પિતા સાસણ પહોંચ્યાં હતાં.પરિવારને દીપ સગીરાને હેરાન કરતો હોવાની જાણ થઈ હતી.તેના પિતાએ પણ આરોપીને દીકરીનો પીછો નહીં કરવા અને સંપર્ક નહીં રાખવા સમજાવ્યો હતો. આમ છતાં હેરાન કરતો હોવાથી અંતે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને પકડી લેવા તજવીજ કરવામાં આવી હતી.
