rajkot

મનપા કચેરી ભગવાન ભરોસે, ફાયરનું ટેન્ડર અચાનક રદ

Published

on

સુપ્રિમ કોર્ટ અને રાજ્ય સરકારની સુચના બાબદ ફાયર સેફટી મુદ્દે મહાનગરપાલિકાની સાવચેતીના અનેક પ્રકારના પગલાં લઈ નિયમોની કડક અમલવારી શરૂ કરાવી છે પરંતુ દિવા નીચે અંધારું હોય તેમ ખુદ મહાનગરપાલિકાની કચેરીમાં જ ફાયર સેફટીનાં સાધનો ન હોવાનું ખુલતાં બે વર્ષ પહેલા મ્યુનિસિપલ કમિશનરે ફાયર સેફટીનાં સાધનો અંગે નિયમોની અમલવારી કરવા ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ ખર્ચ વધુ થતાં હોવાનું બહાના હેઠળ તંત્રએ ટેન્ડર અચાનક રદ કરી નાખતાં આશ્ર્ચર્ય થયું છે.
મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે હાલમાં ઓફિસ વાઈઝ ફાયર સેફટીનાં જરૂરીયાત મુજબના બાટલાઓ ફીટ કરી દેવામાં આવ્યા છે પરંતુ ગેલેરી તેમજ અન્ય વિભાગમાં આવતાં અરજદારો ઉપર જોખમ જડુબમતું હોવાનું પણ જોવા મળી રહ્યું છે. કોમર્શિયલ બિલ્ડીંગમાં તેમજ તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી અંતર્ગત લગાતાર ઝુંબેશ ચલાવી ફાયર એનઓસી આપવામાં આવી છે પરંતુ ખુદ કોર્પોરેશનની કચેરીમાં ફાયર એનઓસી આપી ન શકાય તેમ ફાયર વિભાગમાંથી જાણવા મળેલ છે.
સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીમાં હાલ નિયમ મુજબના ફાયર સેફટીનાં સાધનો ન હોવાથી થોડા સમય પહેલા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ રૂા.2 કરોડ જેટલો ખર્ચ પરવડે તેમ નથી તેમ જણાવી ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી છે. જેનું કારણ ફકત ખર્ચો બતાવવામાં આવ્યો છે જેની સામે મહાનગરપાલિકામાં આવતાં હજારો અરજદારોની આગની દૂર્ઘટના સમયે શું સ્થિતિ થાય તે ફકત ફાયર વિભાગ જ જણાવી શકે છે છતાં અન્ય કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરનાર મહાનગરપાલિકાએ શા માટે ફાયર સેફટીનાં સાધનોનું ટેન્ડર રદ કર્યુ તે આજ સુધી જાણવા મળેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version