જામનગરમાં જાહેરમાં ક્રિકેટ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો, અન્ય એક ફરાર

મોબાઇલ પર ઓનલાઇન ચાલતી હતી સટ્ટાબાજી, 40 હજારનો મુદ્દમાલ જપ્ત જામનગર શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. સીટી બી ડિવિઝન…

મોબાઇલ પર ઓનલાઇન ચાલતી હતી સટ્ટાબાજી, 40 હજારનો મુદ્દમાલ જપ્ત

જામનગર શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલ સામે આવેલા જ્યોત હોટલ નજીક જાહેર સ્થળે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ભાવેશ વેણીલાલ કોઠારી નામના શખ્સને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપી પોતાના મોબાઇલ ફોનમાં ચાલી રહેલી શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની એક દિવસીય ક્રિકેટ મેચના હારજીત તથા રનના ભાવ જોઈને પૈસાની લેતીદેતી સાથે સટ્ટાબાજી કરતો હોવાનું બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂૂ. 39,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવમાં કાલાવડ નાકા બહાર રહેતા બાબુભાઈ નામના અન્ય એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે, જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂૂ કરી છે.

હાપા અને દરેડમાં બે વાહન ચોરી
જામનગર નજીક હાપા તેમજ દરેડ વિસ્તારમાં વાહનચોરીના વધુ બે બનાવો પ્રકાશમાં આવ્યા છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ તથા બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટરસાયકલોની ચોરી થતાં પોલીસે અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કારખાનાની બહાર પાર્ક કરાયેલ અંદાજે રૂૂ. 50 હજાર કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. જ્યારે બીજા બનાવમાં જામનગર-હાપા રોડ પર આવેલા કિયા શોરૂૂમ બહાર પાર્ક કરાયેલી અંદાજે રૂૂ. 20 હજાર કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

બંને બનાવોમાં અજાણ્યા ચોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુના નોંધી સંબંધિત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે વાહનચોર ટોળકીની સંડોવણી સહિત વિવિધ દિશામાં તપાસ શરૂૂ કરી છે.