જામનગરમાં ખેત્રી ફળી વિસ્તારમાં છત પરથી નીચે પટકાતા મજૂરનું મોત

જામનગર શહેરના ખેત્રીફળી વિસ્તારમાં મજૂરી કામ કરતા એક શ્રમિકનું છત પરથી નીચે પડી જવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે…

જામનગર શહેરના ખેત્રીફળી વિસ્તારમાં મજૂરી કામ કરતા એક શ્રમિકનું છત પરથી નીચે પડી જવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સિટી-એ ડિવિઝન પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ગોમતીપુર વિસ્તારમાં રહેતા હરીશભાઈ બાબુલાલ ચાવડાએ જાહેર કર્યું હતું કે અશ્વીનભાઈ પ્રવિણભાઈ ભટ્ટી (ઉ.વ. 41), રહે. ગુલાબનગર, મોહનનગર આવાસ, જામનગર, મજૂરી કામ માટે કરશનભાઈના ચોક, ખેત્રીફળી વિસ્તારમાં ગયા હતા. જ્યાં તેઓ કલરકામ પૂર્ણ કરીને લાકડાની સીડી મારફતે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક સંતુલન ગુમાવી નીચે પટકાયા હતા. જેમાં માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સિટી-એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસને મળેલી માહિતી મુજબ ગોકુલનગર શિવનગર શેરી નં. 5માં રહેતા ભાવેશ દેવાભાઈ સાગઠીયા (ઉ.વ. 26)એ પોતાના ઘરના રૂૂમમાં છતના પંખા સાથે ગાદલાના કવરના પટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ તેમની માતા રાજીબેન દેવાભાઈ સાગઠીયાએ પોલીસને કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ કારણ બહાર આવ્યું નથી અને અગમ્ય કારણોસર આ પગલું ભર્યાનું નોંધાયું છે.