Site icon Gujarat Mirror

ચીનમાં મોટી દુર્ઘટના: 11 રેલવે કર્મચારીઓને ટ્રેને કચડી નાખ્યા

ચીનના દક્ષિણી પ્રાંત યુનાનમાં ગુરૂવારે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપ માપવાના સાધનોનું ટેસ્ટિંગ કરતી એક ટ્રેને રેલવેના જ કર્મચારીઓને કચડી નાખ્યા હતા.

અહેવાલો અનુસાર, આ દુર્ઘટના યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગમાં સ્થિત લુઓયાંગ ટાઉન રેલવે સ્ટેશન નજીક બની હતી. ભૂકંપના સંકેતો શોધી કાઢતી ટેસ્ટિંગ ટ્રેન જ્યારે સ્ટેશનની અંદરના વળાંકવાળા ભાગમાં પ્રવેશી, ત્યારે તે ટ્રેક પર કામ કરી રહેલા રેલવે કર્મચારીઓ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

Exit mobile version