Uncategorized

રિયલ હીરો; 40 ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવે છે મહેશબાબુ, બે ગામ દત્તક લીધા

Published

on

ટોલીવુડના પ્રિન્સ કહેવાતા અભિનેતા મહેશ બાબુ તેમના અભિનય અને ઉમદા કાર્યો માટે જાણીતા છે. તે ઘણીવાર ગરીબોની મદદ કરતા જોવા મળે છે, તેથી તેને દિલથી અમીર પણ કહેવામાં આવે છે. મહેશ બાબુએ ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. તેણે પોતાના પિતાની યાદમાં આ નિર્ણય લીધો છે. મહેશ બાબુ અને તેની પત્ની નમ્રતા શિરોડકરે વર્ષ 2020માં મહેશ બાબુ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિ પર મહેશ બાબુ ફાઉન્ડેશને સુપરસ્ટાર ક્રિષ્ના શૈક્ષણિક ફંડની સ્થાપના કરી. આ શૈક્ષણિક ફંડ અંતર્ગત આર્થિક રીતે નબળા અને ખાસ કરીને હૃદયરોગથી પીડાતા બાળકોને મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેનો ખર્ચ મહેશ બાબુ ફાઉન્ડેશન હેઠળ ઉઠાવવામાં આવશે. મહેશ બાબુ ફિલ્મો, અભિનય અને અન્ય વ્યવસાયોમાંથી તેમની વાર્ષિક આવકના 30 ટકા જરૂૂરિયાતમંદ લોકોને દાનમાં આપે છે. આટલું જ નહીં, અભિનેતા લોકોની મદદ કરવામાં ક્યારેય પાછળ રહેતો નથી. વર્ષ 2014માં, તેમણે હુદહુદ ચક્રવાતથી તબાહ થયેલા વિસ્તારના લોકો માટે મદદનો હાથ પણ લંબાવ્યો હતો. તેણે આંધ્ર પ્રદેશ રાહત ફંડમાં 25 લાખ રૂૂપિયાનું દાન કર્યું હતું. મહેશ બાબુ એનજીઓ ચલાવે છે. અભિનેતા રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સાથે સહયોગી છે અને હૃદયની બીમારીથી પીડિત ગરીબ બાળકોને મફત સારવાર પણ આપે છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે હાર્ટ સર્જરી કરાવીને 1000 થી વધુ બાળકોના જીવ બચાવ્યા છે. એટલું જ નહીં મહેશ બાબુએ બે ગામોને દત્તક પણ લીધા છે. એકે વર્ષ 2015માં પોતાના પિતા કૃષ્ણા બાબુના ગામ બુરીપાલેમને દત્તક લેવાની જાહેરાત કરી હતી, બુરીપાલેમની સાથે તેણે સિદ્દાપુર નામનું બીજું ગામ દત્તક લીધું હતું. તે ગામોના રસ્તા, શાળા, હોસ્પિટલ, પીવાનું પાણી વગેરે જેવી સુવિધાઓની સંપૂર્ણ જવાબદારી મહેશ બાબુ પોતાના ખર્ચે ઉપાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version