ક્રાઇમ

મહાદેવ એપ કૌભાંડ / દુબઈમાં સૌરભ ચંદ્રાકરને કરાયો નજરકેદ, હજારો કરોડના કૌભાંડીને ટૂંક સમયમાં ભારત પરત લાવી શકાય છે

Published

on

મહાદેવ બેટિંગ એપ કેસમા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈમાં મહાદેવ બેટિંગ એપના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરને નજરકેદ કરવામાં આવ્યા છે. કૌભાંડી ચંદ્રાકરને ટૂંક સમયમાં જ ભારત પરત લઈ આવવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

હકીકતમાં સંયુક્ત અરબ અમીરાત (UAE)ના અધિકારીઓએ મહાદેવ બુક એપ બેટિંગ પ્લેટફોર્મના પ્રમોટર સૌરભ ચંદ્રાકર વિરુદ્ધ EDના અનુરોધ પર જાહેર રેડ કોર્નર નોટીસ પર કાર્યવાહી કરી છે. દુબઈમાં સૌરભ ચંદ્રાકરના ઠેકાણા પર તાલા લગાવી તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, દુબઈ સંયુક્ત અરબ અમીરાત (UAE)નું સૌથી વધુ આબાદી ધરાવતું શહેર છે.

આરોપી સૌરભ ચંદ્રાકરને બહાર નિકળવાની અનુમતી આપવામાં આવી રહી નથી, કારણ કે, એવું કરવાથી તે ભાગી શકે છે. સંયુક્ત અરબ અમીરાતના અધિકારી હાલ તેના પર નજર રાખી રહ્યા છે અને ભારતીય અધિકારીઓની તેના પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરવાની રાહ જોઈ રહી છે.

શું છે મહાદેવ બેટિંગ એપ ?

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવેલ એપ છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાંસ ગેમ્સ નામથી લાઈવ ગેમ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિંટન, ટેનિસ, ફૂટબોલ જેવી રમતો અને ચુંટણીમાં ગેરકાયદેસર સટ્ટાબાજી પણ કરવામાં આવી હતી. ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા આ એપનું નેટવર્ક ઝડપથી ફેલાઈ ગયું અને છત્તીસગઢમાં મહત્તમ ખાતા ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version