રાષ્ટ્રીય

માધબી બુચે સેબી અધ્યક્ષ બન્યા બાદ 4 કંપની પાસેથી પૈસા કટકટાવ્યા

Published

on

હિન્ડન બર્ગનો નવો ધડાકો: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ICICI બેંક, પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ પાસેથી નાણાં લીધાનો આરોપ

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધબી પુરી બુચની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. હવે હિંડનબર્ગ રિસર્ચે તેમના પર નવા અને ગંભીર આરોપો લગાવ્યા છે. એવો આરોપ છે કે સેબીના ચેરપર્સને હોલ-ટાઇમ મેમ્બર તરીકે કામ કરતી વખતે તેમની ખાનગી ક્ધસલ્ટિંગ ફર્મ દ્વારા કેટલીક લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લેવામાં આવ્યું છે. બુચની આ ક્ધસલ્ટિંગ ફર્મમાં 99 ટકા ભાગીદારી છે.

હિંડનબર્ગના જણાવ્યા અનુસાર, માધબી પુરી બુચે કુલ 4 મોટી અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લીધું હતું.
હિંડનબર્ગ રિપોર્ટમાં જે કંપનીઓના નામ સામે આવ્યા છે તે ભારતના મોટા કોર્પોરેટ છે. આ તમામ કંપનીઓ સેબીના નિયમન હેઠળ આવે છે અને સેબી ચેરપર્સનની ક્ધસલ્ટિંગ ફર્મ પર આ તમામ પાસેથી પેમેન્ટ લેવાનો આરોપ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ, પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે બુચની સિંગાપોર સ્થિત ક્ધસલ્ટિંગ ફર્મને લગતો કોઈ કેસ હજુ સુધી બહાર આવ્યો નથી, પરંતુ ભારતીય ક્ધસલ્ટિંગ ફર્મ સામેના આક્ષેપોએ રોકાણકારોમાં ભારે હોબાળો મચાવ્યો છે.


માધબી પુરી બુચે હજુ સુધી આ આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી અને છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આરોપો વિશે સંપૂર્ણપણે મૌન છે. આ પહેલા પણ અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ વચ્ચે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં સેબીના ચેરપર્સનનું નામ સામે આવ્યું હતું.


હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અગાઉ અદાણી ગ્રુપ પર નાણાકીય અનિયમિતતાઓ અને સ્ટોક હેરાફેરીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.આ રિપોર્ટ બાદ સેબી પર અદાણી ગ્રુપની તપાસ યોગ્ય રીતે ન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામેની તપાસની ધીમી ગતિ અને નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ આરોપો બાદ સેબીની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય સેબીના અધિકારીઓએ પણ ચેરપર્સન પર ગંભીર આક્ષેપો કર્યા હતા.


ટોક્સિક વર્ક કલ્ચરનો મામલો પીએસી સમક્ષ પણ પહોંચ્યો છે. આ આરોપોએ સેબીની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલો ઉભા કર્યા છે.

પબ્લિક એકાઉન્ટ કમિટીને સેબીની તપાસ કરવાની સત્તા ન હોવાનો ભાજપનો બચાવ
સેબીના વડા માધાવી બુચ સામે હિન્ડનબર્ગના આક્ષેપો બાદ અનેક કંપનીઓમાંથી માધાવી બુચે પૈસા લીધાના આરોપ બાદ સંસદની પબ્લિક એકાઉન્ટ કમીટીએ તેના એજન્ડામાં સેબીના પરફોમન્સનો રિવ્યુ કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ ભાજપના પીએસીના સભ્ય આ બાબતે જણાવ્યું હતું કે, કમીટીને સેબીનો રિવ્યુ કરવાનો કોઈ અધિકાર નથી. તે ફક્ત કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version