Site icon Gujarat Mirror

વાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો


શહેરની ભાગોળે વાવડી નજીક તથાગત સોસાયટીમાંથી રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ કે.એચ. કારેણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન વાવડી ગામ પાછળ તથાગત સોસાયટી શેરી નં. 1માં પડેલી ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઈ રેઢી પડેલી રીક્ષામાંથી તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં. 96 (કિ. 55560)નો મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા મળી કુલ રૂા. 1,55,560નો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version