ક્રાઇમ
6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરનારને 35 વર્ષ કેદની સજા ફટકારતી હાઇકોટ
વર્ષ 2021માં કડોદરા પોલીસ સ્ટેશનના પોક્સો અને દુષ્કર્મના ગુનામાં બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના 5મા એડિશનલ જજ આર.પી. મોગેરાએ ગુનાહિત કુલદીપ રામપતી ગૌતમને 35 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.
આ કેસને ટાંકીને કોર્ટે કહ્યું હતું કે, બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાઈ દર્શાવવી ન્યાય વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, હવસખોરે 6 વર્ષની માસૂમ સાથે કુકર્મ કર્યું હતું.આરોપી કુલદીપ ગૌતમ 2021માં એક સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો. કડોદરા પોલીસે તેને ઝડપી લઇ તપાસ કરી અને પુરાવા સાથે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી પર પોક્સો અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનાનો કેસ ચલાવવામાં આવ્યો હતો.
આ કેસને ન્યાય સુધી પહોંચાડવામાં સરકારની વકીલાત અને કડોદરા પોલીસની કામગીરીએ મહત્ત્વનો રોલ ભજવ્યો છે.સરકારી વકીલ નિલેશ પટેલે કોર્ટમાં પુરાવા અને દલીલો સાથે તાકાતભેર પોક્સો અધિનિયમની કલમો 4-2, 6 અને 8 હેઠળ દોષિતને સખ્ત સજા આપવાની માગ કરી હતી. બારડોલી સેસન્સ કોર્ટના જજ આર.પી. મોગેરાએ આ મામલે ન્યાયપૂર્ણ ચુકાદો આપતા કુલદીપ ગૌતમને પોક્સો 4-2 હેઠળ 35 વર્ષની કેદ અને રૂા.15,000 દંડ, પોક્સો 6 હેઠળ 20 વર્ષની કેદ અને રૂા.10,000 દંડ તથા પોક્સો 8 હેઠળ 5 વર્ષની કેદ અને રૂા.5,000 દંડની સજા ફટકારી છે.