લખતરમાંથી 30.45 લાખનો દારૂ ઝડપાયો

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે પોલીસ એક્શન મોડમાં: નામચીન બુટલેગરના અડ્ડા પર ત્રાટકી પોલીસ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આગામી તારીખ 10-11 મે…

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે પોલીસ એક્શન મોડમાં: નામચીન બુટલેગરના અડ્ડા પર ત્રાટકી પોલીસ

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આગામી તારીખ 10-11 મે 2026 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂૂપે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસાય તે હેતુથી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૂચનાના પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ વર્કઆઉટ શરૂૂ કર્યું હતું.

આ કામગીરી દરમિયાન એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના સ્ટાફને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે આવેલી સુથાર શેરીમાં મોટા પાયે વિદેશી દારૂૂનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે મોડી રાત્રે લખતરના સુથાર શેરી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનો પર ઓચિંતી રેઈડ કરી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસને મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂૂની નાની-મોટી કુલ 7,163 બોટલો તથા 1,080 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ દારૂૂનો જથ્થો રખાવનાર મુખ્ય સૂત્રધાર ઈમરાન ઉર્ફે મસાલ હબીબશા, તેના ભાઈ શાહરૂૂખશા હબીબશા તેમજ મકાનનો કબજો ધરાવતા મોઈન મુસ્તુફા અને હીરાભાઈ ભરવાડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં કુલ ₹29,75,292ની કિંમતનો દારૂૂ અને બીયર, ₹70,000ની કિંમતનું મોટરસાયકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹30,45,892નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે લખતર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આ દારૂૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય તમામ ઈસમો અને મદદગારી કરનારાઓને ઝડપી પાડવા માટે રેન્જ પોલીસે કવાયત તેજ કરી છે.

આ સફળ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલની સાથે પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તેમજ એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ નટુભા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા, અતુલભાઈ ડાભી, હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ સતુભા ઝાલા અને કોન્સ્ટેબલ ફતેસંગ ધીરભાઈ પરમાર સહિતના જવાનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાનના પ્રવાસ પહેલા આટલી મોટી માત્રામાં દારૂૂનો જથ્થો પકડવા બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સુરેન્દ્રનગર જિલ્લાના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.