ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અને ધોરાજી શહેર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનોની કામગીરી, રેકોર્ડ મેન્ટેનન્સ, કાયદો અને વ્યવસ્થા સંબંધી કામગીરી તેમજ સ્ટાફની કાર્યક્ષમતા અંગે સમીક્ષા કરવામાં આવી. સાથે સાથે થાણા અમલદારે કામગીરી વધુ સઘન અને અસરકારક બનાવવા માટે જરૂૂરી સંક્ષિપ્ત સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરાજી સબ જેલની પણ વાર્ષિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.
તપાસણી દરમિયાન સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સાથે જ જેલ મેન્યુઅલ મુજબ કેદીઓને મળવાપાત્ર સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી. કેદીઓ માટે રહેણાંક, સ્વચ્છતા, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર તપાસણીનો હેતુ પોલીસ તથા જેલ તંત્રની કાર્યક્ષમતા વધારવો તેમજ જાહેર સુરક્ષા અને કેદીઓના હિતોને સુનિશ્ચિત કરવાનો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
