રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાએ ઉપલેટા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. શહેરના ભાદર રોડ પર આવેલી તાલુ કોલોનીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દારૂૂના વેપલાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસને પ્રીમિયમ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂૂની બોટલો સહિત કુલ રૂૂ. 50,283/- નો મુદ્દામાલ હાથ લાગ્યો છે.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ જ્યારે ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એ.એસ.આઈ. વિજયસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે સોયબ ઉર્ફે સોહીલ સલીમભાઈ હીંગોરા તેના મકાનના ઉપરના માળે દારૂૂનો જથ્થો છુપાવીને વેચાણ કરે છે. આ બાતમીને આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને સાંજના સમયે ઓચિંતી રેઇડ કરી હતી.પોલીસ જ્યારે બાતમીવાળા સ્થળે પહોંચી ત્યારે મકાનનો મુખ્ય દરવાજો બંધ હતો. લાંબા સમય સુધી અવાજ કરવા છતાં કોઈએ દરવાજો ન ખોલતા, પોલીસ સ્ટાફ અને પંચો બારી વાટે અંદર પ્રવેશ્યા હતા. અંદર તપાસ કરતા રસોડાના દરવાજાને પણ તાળું મારેલું હતું, જે તોડીને જોતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 46 બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ સ્કોચ: 750 ખકની 7 બોટલ (કિંમત રૂૂ. 20,300), બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ: 750 ખકની 7 બોટલ (કિંમત રૂૂ. 23,800), વેટ 69 સ્કોચ: 750 ખકની 1 બોટલ (કિંમત રૂૂ. 3,300), વ્હાઇટ લેસ વોડકા: 180 ખકના 31 ક્વાર્ટર (કિંમત રૂૂ. 2,883) સહિત કુલ રૂૂ. 50,283/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.રેઇડ દરમિયાન સોયબ હીંગોરા હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(ફ), 65(ય) અને 116-ઇ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ એ.એસ.આઈ. નીલેષકુમાર ચાવડા ચલાવી રહ્યા છે.

