Site icon Gujarat Mirror

વેરાવળના ડારી ગામના બે શખ્સો ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયા

ગીર સોમનાથ એલસીબી બ્રાન્ચે ગૌ માંસની હેરાફેરી કરતા વેરાવળ તાલુકાના ડારી ગામના બે શખ્સોને પ્યાગો રીક્ષા, ગૌ માંસ-મટન નો જથ્થો આશરે કીલો 65, બે મોબાઇલ મળી કુલ રૂૂા.79,750 ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ગેરકાયદેસર ગૌમાંસની હેરાફેરી કરતા અસામાજિક તત્વો ઉપર સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત, પો.સબ ઇન્સ એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા ની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઈ પટાટ, હીતેશભાઇ વાળા, સુનિલભાઈ સોલંકી, કનુભાઈ ચુડાસમા, પો.કોન્સ. પ્રવિણભાઇ બાંભણિયા, કરણસિંહ ચૌહાણ, પિયુષભાઇ બારડ સહિતનાને મળેલ બાતમીના આધારે (1) તોસીફ ઉમરભાઈ જીકાણી ઉ.વ.32 ધંધો.ડ્રાઇવિંગ રહે.ડારી નવા પ્લોટ વિસ્તાર તથા (2) અબ્દુલ ઇસ્માઇલભાઇ મુસાણી, ઉ.વ.39 ધંધો મજુરી રહે.ડારી વાળાને પ્યાગો રીક્ષા નંબર જી. જે. 07 વી. ડબલ્યુ. 3462 રૂૂા.50 હજાર તથા ગૌ માંસ-મટનનો જથ્થો ભરેલ બે પ્લાસ્ટીકના બાચકા આશરે કીલો 65 રૂૂા.9,750 તથા મોબાઇલ 2 રૂૂા.20, હજારના મળી કૂલ રૂૂા.79,750 ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Exit mobile version