Site icon Gujarat Mirror

વર્ધમાનનગરમાં 16 મહિનાના બાળક ઉપર ઇંટ પડતા ઇજા

oplus_2097184

શહેરની ભાગોળે જામનગર રોડ પર એસઆરપી કેમ્પ પાસે આવેલા વર્ધમાન નગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારનો 16 મહિનાનો બાળક એપાર્ટમેન્ટમાં રમતો હતો ત્યારે ઇંટ માથે પડતા માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ એસઆરપી કેમ્પ પાસે વર્ધમાન નગરમાં રહેતા મુળ એમપીના વિનોદભાઇ મેડાનો 16 મહિનાનો પુત્ર કિસ્મત આજે સવારે ઘર પાસે રમતો હતો ત્યારે અકસ્માતે ઇંટ માથે પડતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જયા તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિનોદભાઈ મેળા મુળ મધ્યપ્રદેશના વતની છે અને હાલ અહીં રહી કડિયાકામ કરે છે. કિસ્મત તેનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version