જૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં ઘુસી સિંહે કર્યો શિકાર

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસમાં લોકોની અવરજવર વચ્ચે અચાનક એક સિંહ ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓએ…

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસમાં લોકોની અવરજવર વચ્ચે અચાનક એક સિંહ ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સિંહને શિકાર કરી મિજબાની માણતો જોયો હતો. વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં સિંહના શિકારના દ્રશ્યો કેદ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

યુનિવર્સિટીની આ નવી બિલ્ડિંગમાં હજુ ઘણી કામગીરી બાકી હોવા છતાં વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ બિલ્ડિંગને હજુ સુધી ફાયર સેફ્ટીની મંજૂરી પણ મળી નથી.
કેમ્પસની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે.

કેમ્પસમાં સિંહ દેખાતાં જ વન વિભાગને જાણ કરાતાં ટીમે સ્થળ પર પહોંચી સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂૂ કરી હતી. જૂનાગઢ વન વિભાગના છઋઘ ગુલાબબેન સુહાગીયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં સિંહ દેખાયાનું ધ્યાને આવતાં જ તાત્કાલિક સ્ટાફ મોકલી દેવામાં આવ્યો હતો. હાલ સિંહને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ગિરનાર જંગલ સિંહનું કુદરતી નિવાસસ્થાન હોવાથી તેઓ અવારનવાર રેવન્યુ વિસ્તાર તરફ આવી જાય છે.