Site icon Gujarat Mirror

બોટાદના નાના સખપર ગામે જોખમી ચેકડેમ પરથી પસાર થવા લોકો મજબૂર

ઉગામેડી ગામે જવા 12 કિ.મી.નો ફોગટ ફેરા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કેરી નદી પર આવેલા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતાં લોકોને ચેકડેમ પરથી પસાર થવું પડે છે. વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ જવા માટે પાણી ભરેલા અને ખાડાવાળા ચેકડેમનો ઉપયોગ કરવો પડે છે. ઉગામેડી સાથે સંયુક્ત ગ્રામ પંચાયત હોવાથી નાના સખપર ગામના લોકોને રોજિંદા કામો માટે પણ આ જોખમી માર્ગ વાપરવો પડે છે. ચોમાસામાં રસ્તો બંધ થતાં મોટા સખપર ગામના લોકોને ઉગામેડી જવા 10થી 20 કિલોમીટર વધારાનું અંતર કાપવું પડે છે. ગ્રામ પંચાયતે હાલ ચેકડેમ પર માટી નાખીને કામચલાઉ રસ્તો બનાવ્યો છે. જોકે વધુ વરસાદથી આ સમસ્યા ફરી ઊભી થવાની શક્યતા છે. સરપંચ અને ગ્રામજનોએ તંત્રને અનેક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. ગ્રામજનોની માગ છે કે મુખ્ય રસ્તો ઊંચો બનાવવામાં આવે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.

Exit mobile version