ગુજરાત

મોરબીમાંથી અપહરણ થયેલા બાળકને કેશોદ પોલીસે મુક્ત કરાવ્યો: મહિલા ઝડપાઇ

Published

on

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મોબાઈલની દુકાને મોબાઈલના સિમકાર્ડની પિન લેવા માટે બાળક ગયો હતો અને તે પાછો નહીં આવતાં સગીરના પિતાએ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ હતી. જેના આધારે પોલીસે નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાને ચેક કરીને સગીરને લઈ નાસી છૂટેલ સાધ્વી જેવી દેખાતી મહિલાને કેશોદથી ઝડપી પડી છે અને તેની પાસેથી સગીરને હેમખેમ મુક્ત કરાવ્યો છે અને તે સગીરને તેના પરિવારને સોંપી દેવામાં આવેલ છે.


મોરબીમાં રેલવે સ્ટેશન પાસે મોબાઈલ રિપરિંગની દુકાન ધરાવતા વેપારીએ તેના દીકરાને ત્યાં આવેલ દુકાનમાંથી સિમકાર્ડની પીન લેવા માટે મોકલ્યો હતો. ત્યાર બાદ તે સગીર ઘરે પાછો આવેલ ન હતો જેથી તેની શોધખોળ શરૂૂ કરી તો પણ તેનો કોઈ જગ્યાએ પત્તો લાગેલ ન હતો. ત્યારે બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફુટેજની તપાસ શરૂૂ કરી હતી અને સગીર એક સાધ્વી જેવી મહિલા સાથે જતો દેખાયો હતો. જેથી કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.વધુમાં આ બનાવની માહિતી આપતા મોરબી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બાતમીદારોના નેટવર્ક મારફતે તપાસ કરતા સાધ્વી જેવી જણાતી મહિલા પરબધામ ખાતે તેમજ જૂનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનોમાં હોવાની માહિતી મળી હતી.

જેથી જુદીજુદી ટીમો બનાવીને આરોપી મહિલા આશાબેન ઉર્ફે સમીરાનંદ ઉર્ફે શ્રદ્ધાનંદ મોહનભાઇ ભીલ (ઉં.42, રહે. નીચા કોટડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર) સગીરને સાથે લઈને કેશોદ તાલુકામાં હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ત્યાંથી તેને સગીરની સાથે જ ઝડપી લીધી હતી અને સગીરના મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને તેના પરિવરજનોને સોંપી દેવામાં આવેલ છે અને મહિલા આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version