Sports

ઈન્ડોર સ્ટેડિયમમાં કરાટે ટૂર્ના. બાદ કચરો જૈસે થે

Published

on

બેડમિન્ટનના ખેલાડીઓએ કચરો સાફ કરવો પડ્યો

રાષ્ટ્રીય કરાટે ફેડરેશન દ્વારા રાષ્ટ્રસ્તરીય ટૂર્નામેન્ટનું આયોજન રાજકોટના એસએજી ઈન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમમાં મેનેજમેન્ટની બેદરકારી સ્પષ્ટ જોવા મળી. એસએજી ઈન્ડોર સ્ટેડિયમના બેડમિન્ટન કોર્ટમાં ખૂબ ગંદકી જોવા મળી હતી. ખાલી ખોરાકના પેકેટો, ચાના કપો, પ્લાસ્ટિક બોટલો અને અન્ય કચરો બેડમિન્ટન કોર્ટમાં ઠાલવવામાં આવ્યો હતો.


ટૂર્નામેન્ટના આયોજકો અને સ્ટેડિયમના સ્ટાફ દ્વારા આ ગંદકી સાફ કરવામાં આવતી ન હતી. સવારે 6 વાગ્યે નિયમિત બેડમિન્ટન રમનાર ખેલાડીઓ જ્યારે રમવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા, ત્યારે તેમને આ ગંદકી જોવા મળી અને અંતે તેઓએ જ આ કચરો સાફ કરવાનો સામનો કરવો પડ્યો.


એટલું જ નહીં, આ ખેલાડીઓ રૂૂ. 1200 પ્રતિ મહિના ચૂકવ્યા છતાં તેમને આ પ્રકારની અપર્યાપ્ત સેવા મળી રહી છે, જે સ્ટેડિયમની સુવ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version